શિંદે-ફડણવીસ સરકારનો કેબિનેટ વિસ્તાર ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં થવાની સંભાવના છે (file photo)
maharashtra cabinet expansion - સૂત્રોએ News18ને જણાવ્યું કે ફડણવીસ અને શિંદે બન્ને શનિવારે સાંજે અલગ-અલગ ચાર્ટર્ડ વિમાનથી દિલ્હી પહોંચ્યા અને રાત પછી મુંબઈ પાછા ફર્યા હતા
મુંબઈ : કેબિનેટ વિસ્તારની અટકળો વચ્ચે મહારાષ્ટ્રના (Maharashtra)મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde)અને ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis)શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)અને ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. સૂત્રોના મતે દિલ્હીમાં આ ગુપ્ત બેઠક હાલના દિવસોમાં મહારાષ્ટ્રમાં ઘણી વખત કેબિનેટ વિસ્તારને ટાળ્યા પછી થઇ હતી. શિંદે-ફડણવીસ સરકારનો કેબિનેટ વિસ્તાર ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં થવાની સંભાવના છે.
સૂત્રોએ News18ને જણાવ્યું કે ફડણવીસ અને શિંદે બન્ને શનિવારે સાંજે અલગ-અલગ ચાર્ટર્ડ વિમાનથી દિલ્હી પહોંચ્યા અને રાત પછી મુંબઈ પાછા ફર્યા હતા. જોકે આને લઇને કોઇ આધિકારિક પૃષ્ટી થઇ નથી. ફડણવીસ અને દિલ્હી ભાજપા મુખ્યાલય બન્નેએ આવી કોઇ બેઠકથી ઇન્કાર કર્યો છે. એકનાથ શિંદેના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર સરકાર જે એક હાઇ વોલ્ટેજ રાજનીતિક ડ્રામા પછી સત્તામાં આવી છે. આ સરકારે 30 જુલાઇએ પોતાના કાર્યકાળનો એક મહિનો પુરો કરી લીધો છે.
ફડણવીસ અને શિંદેએ આ મહિનાની શરૂઆતમાં પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ત્યારે રાજ્યમાં નવી સરકારના ગઠનને લઇને ચર્ચા થઇ હતી. એકનાથ શિંદે કેબિનેટ વિસ્તારમાં 50-50 ફોર્મ્યુલા પર અડગ છે. જ્યારે બીજેપી 60-40ના ફોર્મ્યુલા પર અડી છે. સૂત્રોએ કહ્યું કે ભાજપામાંથી 27 મંત્રી અને શિંદે જૂથમાંથી 15 મંત્રી રહેશે.
તમને જણાવી દઈએ કે શિવસેનામાંથી બળવો કરનાર એકનાથ શિંદેએ 30 જૂનના રોજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના રૂપમાં શપથ લીધા હતા. ભાજપા નેતા દેવેન્દ્ર ફડણવીસે ઉપ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેના એક દિવસ પહેલા શિવસેનાના ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે.
મહારાષ્ટ્રની રાજનીતિ ઘટનાક્રમની ટાઇમલાઇન
20 જૂન - મહારાષ્ટ્ર વિધાનસભા પરિષદની ચૂંટણી યોજાઇ હતી. જેમાં મહાવિકાસ અઘાડી સરકારમાં ક્રોસ વોટિંગ થયું હતું, ભાજપાના પાંચેય ઉમેદવારો જીતી ગયા હતા.
21 જૂન - રાત્રે શિવસેવાના બળવાખોર ધારાસભ્યો એકનાથ શિંદેની આગેવાનીમાં સુરત હોટલમાં પહોંચ્યા હતા.