મુંબઈ : મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના (Maharashtra Coronavirus) વધી રહેલા કેસ જોતા રાજ્ય સરકારે વીકેન્ડ પર લૉકડાઉન (Maharashtra Weekend lockdown)લગાવવાનો નિર્ણય કર્યો છે. રવિવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav thackeray)મંત્રીમંડળની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ઠાકરેએ પ્રદેશમાં સંપૂર્ણ લૉકડાઉન પર ભાર આપ્યો હતો. જોકે મંત્રીમંડળે તેનો વિરોધ કર્યો હતો. જે પછી શનિવાર અને રવિવારે લૉકડાઉન લગાવવાની જાહેરાત કરી છે. એનસીપી નેતા નવાબ મલિકે આ વાતની પૃષ્ટિ કરી છે.
શુક્રવારે રાત્રે આઠથી સવારે 7 કલાકેથી કર્ફ્યૂ લાગુ રહેશે. ફિલ્મોની શૂટિંગ રોકવામાં આવશે નહીં પણ થિયેટર બંધ રહેશે. રાત્રે ફક્ત અતિ આવશ્યક સેવાઓને ચાલું રાખવામાં આવશે. ગાર્ડન અને પ્લે ગ્રાઉન્ડ બંધ રહેશે. મંત્રીમંડળની બેઠક પછી ઉપ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું કે પૂણેમાં જે પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે તે પેટર્ન પર કોઇ નિર્ણય લેવાઇ શકાય છે. વાસ્તવિક નિર્ણય રાત્રે 8 કલાકે બતાવવામાં આવશે.
આ પણ વાંચો - PM મોદીની હાઇ લેવલ મિટિંગ ખતમ, કોરોના પર કાબૂ મેળવવા માટે આપ્યો 5 સૂત્રીય પ્લાન
પ્રદેશ સરકારમાં મંત્રી અસલમ શેખે બેઠક પછી કહ્યું કે થિયેટર, રેસ્ટોરન્ટ, મોલ અને બાર પૂરી રીતે બંધ રહેશે. આ સાથે જે ફિલ્મો અને સિરીયલની શૂટિંગમાં વધારે આર્ટિસ્ટ અને કર્મચારીઓની જરૂર હશે તેમને શૂટિંગની મંજૂરી મળશે નહીં.
કોરોનામાં મહારાષ્ટ્રની સૌથી ખરાબ સ્થિતિ છે. મહારાષ્ટ્રમાં ગઇકાલે કોરોનાના 49,447 કેસ સામે આવ્યા હતા. જે એક દિવસમાં સૌથી વધારે છે. 24 કલાકમાં 277 લોકોના મોત થયા છે.
Published by:Ashish Goyal
First published:April 04, 2021, 18:31 pm