Maharashtra HSC Class 12th Result: મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન (MSBSHSE)એ હાયર સેકન્ડરી સર્ટિફિકેટ HSC Class 12th/ Maharashtra HSC Result 2019 અથવા Maharashtra 12th Result 2019નું પરિણામ જાહેર કરી દીધું છે. ન્યૂઝ18 ઇન્ડિયા પર વિદ્યાર્થીઓ બપોરના 1 વાગ્યાથી પોતાનું પરિણામ ચકાસી શકે છે.
આ વર્ષે ધોરણ-12ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 14,21,936 હતી. જેમાંથી 85.88% વિદ્યાર્થીઓ પાસ થયા છે. વિદ્યાર્થિનીઓનું પરિણામ વિદ્યાર્થીઓ કરતા વધારે સારું રહ્યું છે. છોકરીઓમાં ઉતીર્ણ થવાનું પ્રમાણ 90.25%, જ્યારે છોકરાઓમાં આ પ્રમાણ 82.40% રહ્યું છે. સૌથી વધારે સારું પ્રદર્શન કોંકણ જિલ્લાનું રહ્યું છે. કોંકણનું પરિણામ 93.30% રહ્યું છે. આ વર્ષે પુણે જિલ્લાનું પરિણામ 87.80% રહ્યું છે. આ વર્ષે નાગપુર જિલ્લાનો સ્કોર સૌથી ખરાબ 82.81% રહ્યો છે.
ઉતીર્ણ થવાની ટકાવારી:
સાયન્સમાં(વિજ્ઞાન પ્રવાહ) 92.04 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા
આર્ટ્સમાં (વિનયન પ્રવાહ)76.28 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા
કોમર્સમાં (વાણિજ્ય પ્રવાહ) 88.28 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા
વિદ્યાર્થીઓ ન્યૂઝ18 ઇન્ડિયાની સાથે સાથે મહારાષ્ટ્ર બોર્ડની અધિકૃત વેબસાઇટ mahresult.nic.in પર પણ પરિણામ ચેક કરી શકે છે. આ વર્ષે 21મી ફેબ્રુઆરીથી 20મી માર્ચ સુધી ધોરણ-12ની પરીક્ષા ચાલી હતી.
આવી રીતે તપાસો તમારું રિઝલ્ટ
- મહારાષ્ટ્ર બોર્ડની અધિકૃત વેબસાઇટ mahresult.nic.in પર જાવ.
- હોમ પેજ પર HSC resultsની તાજેતરની માહિતી તપાશો.
- "HSC Examination Result 2019" પર ક્લિક કરો.
- નવં પેજ ખુલશે જેમાં અમુક ડિટેઇલ માંગવામાં આવશે.
- "view result" પર ક્લિક કરતા જ તમારું પરિણામ દેખાશે.
- તમે આ રિઝલ્ટને સેવ કરી શકો છો અથવા પ્રિન્ટ પણ કાઢી શકો છો.
ગત વર્ષનું રિઝલ્ટ
2018માં 12માંનું રિઝલ્ટ 88.41 ટકા જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં છોકરીઓનું પ્રમાણ 92.36% અને છોકરાઓનું પ્રમાણ 85.23% રહ્યું હતું. વિજ્ઞાન (સાયન્સ) પ્રવાહમાં 95.85%, વાણિજ્ય (કોમર્સ) પ્રવાહમાં 89.50% અને વિનયન (આર્ટ્સ) પ્રવાહમાં 78.93% વિદ્યાર્થીઓ પાસ થયા હતા.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર