Home /News /national-international /મહારાષ્ટ્ર: શિવસેનાની બે ફાડ પછી પ્રથમ વખત ઉદ્ધવ ઠાકરે માટે આવ્યા સારા સમાચાર, અંધેરી ઈસ્ટમાંથી ભાજપે ઉમેદવાર હટાવ્યો
મહારાષ્ટ્ર: શિવસેનાની બે ફાડ પછી પ્રથમ વખત ઉદ્ધવ ઠાકરે માટે આવ્યા સારા સમાચાર, અંધેરી ઈસ્ટમાંથી ભાજપે ઉમેદવાર હટાવ્યો
મુંબઈ: શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથને એક મોટી સફળતા હાથ લાગી છે. ભાજપે રાજ ઠાકરેના અનુરોધ બાદ અંધેરી ઈસ્ટ પેટાચૂંટણીમાં પોતાના ઉમેદવારને હટાવી દીધા છે. હવે ભારતીય જનતા પાર્ટીએ અંધેરી પૂર્વ સીટ પર થઈ રહેલી પેટાચૂંટણીમાં પોતાના ઉમેદવારને પાછો લેવાનો નિર્ણય કર્યો છે. ભાજપે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેનાની ઋતુજા લટકે વિરુદ્ધ મુરજી પટેલને ઉતાર્યા હતા.
ભાજપે આ નિર્ણય ત્યારે લીધો છે, જ્યાર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ ભાજપને શિવસેનાના દિવંગત ધારાસભ્ય રમેશ લટકેના સન્માનમાં પૂર્વી અંધેરી પેટાચૂંટણી નહીં લડવાનો આગ્રહ કર્યો હતો. આ સીટ શિવસેના ધારાસભ્ય રમેશ લટેકના આકસ્મિક નિધનના કારણે ખાલી થઈ હતી. તેમની વિધવા ઋતુજા લટકે શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરેના ઉમેદવાર તરીકે) ચૂંટણી લડી રહી છે. આ પેટાચૂંટણીના પરિણામ આવનારા સમયમાં બીએમસી ચૂંટણીનો માહોલ તૈયાર કરશે.
અંધેરી ઈસ્ટ સીટને શિવસેનાની એકનાથ શિંદે જૂથ અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે પહેલી મોટી ટક્કર તરીકે જોવામાં આવતી હતી. સમગ્ર દેશના રાજકીય વિશ્લેષકોની નજર આ સીટ પર લાગેલી હતી. જ્યારે દેશા કેટલા રાજ્યોમાં વિધાનસભાની પેટાચૂંટણી થવાની છે. આ તમામની વચ્ચે મનસેના રાજઠાકરેના એક પત્રએ લોકોમાં આશ્ચર્ય ઊભું કર્યું. રાજ ઠાકરેએ ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને આગ્રહ કર્યો હતો કે, તે અંધેરી ઈસ્ટ સીટ પરથી પોતાનો કેન્ડીડેંટ મેદાનમાંથી હટાવી લે.
માનવામાં આવી રહ્યું છે કે, રાજ ઠાકરેના આ પત્ર બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં એક નવા ઉલટફેરની શરુઆત થઈ શકે છે, કારણ કે રાજ ઠાકરેએ આ પગલું અજાણતા જ નથી ઉઠાવ્યું. તેની પાછળ બહું મોટો રાજકીય દાવપેંચ પણ હોઈ શકે છે. આમ પણ શિવસેનાના બે જૂથ થયાં કેટલાય નવા રાજકીય સમીકરણો બની રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર