મુંબઈ : મહારાષ્ટ્રમાં (Maharashtra)ઓબીસીની (OBC)આરક્ષણની વ્યવસ્થા લાગુ કર્યા વગર ચૂંટણી કરાવવાને લઇને ભાજપાએ બુધવારે રસ્તા પર જોરદાર પ્રદર્શન કર્યું હતું. ભાજપા નેતાઓએ ઉદ્ધવ સરકાર પર આરોપ લગાવ્યો છે કે ઓબીસીને અનામત ના મળે તે માટે રાજ્ય સરકારે આ ચાલ ચાલી છે. આ દરમિયાન ભાજપા પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટીલે (Chandrakant Patil)એનસીપી સાંસદ સુપ્રિયા સુલે (Supriya Sule)પર ટિપ્પણી કરી છે. લોકમત ન્યૂઝ 18 ડોટ કોમના રિપોર્ટ પ્રમાણે ચંદ્રકાન્ત પાટીલે કહ્યું કે તેમણે (સુપ્રિયા સુલે)રાજનીતિ છોડી દેવી જોઈએ અને કિચનમાં જવું જોઈએ. ચંદ્રકાન્ત પાટીલે કહ્યું કે આપ (સુપ્રિયા સુલે) રાજનીતિમાં કેમ છો, તમારે ઘરે જવું જોઈએ અને ખાવાનું બનાવવું જોઈએ. હવે તમારો ઘરે જવાનો સમય આવી ગયો છે. તેમણે આ નિવેદન હાલમાં સુપ્રિયા સુલે દ્વારા આપેલા નિવેદનની પ્રતિક્રિયામાં આપ્યું છે.
ચંદ્રકાન્ત પાટીલની આ ટિપ્પણીઓને લઇને ઘણા રાજનતીક દળો સાથે-સાથે મહિલા સંગઠનોએ પણ નારાજગી વ્યક્ત કરી છે સાથે ચંદ્રકાન્ત પાટીલના રાજીનામાની માંગણી કરી છે. પાટીલના નિવેદન પર પ્રતિક્રિયા આપતા એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું કે અમારી સરકાર દમનકારી નથી. તે જે ઇચ્છે છે તે કહેવાનો અધિકાર છે. હું આ વિશે વિચારી રહી નથી. આ સિવાય સુપ્રિયા સુલેના પતિ સદાનંદે ટ્વિટ કરીને પોતાની પત્નીનું સમર્થન કર્યું છે. તેમણે લખ્યું કે મને મારી પોતાની પત્ની પર ગર્વ છે જે એક ગૃહિણી, માતા અને સફળ રાજનીતિજ્ઞ છે. ભારતમાં ઘણા અન્ય મહેનતી અને પ્રતિભાશાળી મહિલાઓમાંથી એક છે. આ બધી મહિલાઓનું અપમાન છે.
પાર્ટીની એક બેઠકમાં બોલતા સુપ્રિયા સુલેએ કહ્યું હતું કે સાંસદને દિલ્હીમાં એક બેઠક પછી તરત સ્થાનિય નિકાય ચૂંટણીમાં ઓબીસી કોટા મળ્યો. તેમણે કહ્યું કે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી દિલ્હી ગયા હતા. મને ખબર નથી કે તે દિલ્હીમાં કોને મળ્યા અને શું કર્યું. જોકે બે દિવસમાં તેમને ન્યાય મળ્યો અને અમે હજુ અન્યાયનો સામનો કરી રહ્યા છીએ.
આ સિવાય સુપ્રિયા સુલેએ કહ્યું હતું કે હું નિશ્ચિત રુપથી કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગવા જઈ રહી છું. સુપ્રિયા સુલેના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા રાજ્ય સચિવાલયની બહાર પાટીલે કહ્યું કે તમે એક સાંસદ છો અને તમે નથી જાણતા કે પ્રતિનિધિમંડળ કેવી રીતે લઇ જવાય અને મુખ્યમંત્રીને કેવી રીતે મળાય? આ તમારા ઘરે જવાનો સમય છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર