મહારાષ્ટ્રમાં ઘમાસાણ: સરકાર રચવાનો દાવો રજૂ કરવાનો આજે છેલ્લો દિવસ

News18 Gujarati
Updated: November 7, 2019, 3:54 PM IST
મહારાષ્ટ્રમાં ઘમાસાણ: સરકાર રચવાનો દાવો રજૂ કરવાનો આજે છેલ્લો દિવસ
ન્યૂઝ18 ક્રિએશન

ઉદ્ધવ ઠાકરેને બીજેપી તરફથી હજુ સુધી સરકાર રચવા માટે કોઈ પણ પ્રકારનો પ્રસ્તાવ નથી મળ્યો : સંજય રાઉત

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્રના રાજકારણ (Maharashtra Politics)માં શિવસેના (Shiv Sena) અને બીજેપી (BJP) વચ્ચે સરકાર રચવાને લઈ ચાલી રહેલી ખેંચતાણની વચ્ચે બીજેપીએ ફ્રન્ટ ફુટ પર આવતાં આગામી 48 કલાકમાં સરકાર રચવાની જાહેરાત કરી દીધી છે. બીજેપીના વરિષ્ઠ નેતા ધીર મુનગંટીવારે બુધવારે કહ્યુ કે, મહારાષ્ટ્રનું ગઠબંધન (શિવસેના-બીજેપી) બરકરાર છે અને લોકો ગમે ત્યારે 'ખુશખબર'ની આશા રાખી શકે છે. 'હમ સાથ સાથ હૈ'. બીજી તરફ, શિવસેનાએ સ્પષ્ટ કહ્યું છે કે, તેમને હજુ સુધી બીજેપી તરફથી સરકાર બનાવવા માટે કોઈ પ્રસ્તાવ નથી મોકલવામાં આવ્યો.

ઉલ્લેખનીય છે કે, 24 ઑક્ટોબરે પરિણામો જાહેર થયા બાદથી બીજેપી-શિવસેનામાં સરકાર રચવાના ફૉમ્યૂલા પર સહમિત નહોતી સધાઈ. તો બીજી તરફ, કૉંગ્રેસ-એનસીપી (Congress-NCP)ના ગઠબંધને એટલી સીટો નથી મળી કે તેઓ સરકાર રચવાનો દાવો રજૂ કરી શકે. એવામાં સૌની નજરો સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બીજેપી પર ટકેલી છે. ગુરુવારે સરકાર રચવાનો દાવો કરવા માટેનો છેલ્લો દિવસ છે. બીજેપી અને શિવસેના બંનેએ રાજ્યપાલ સાથે મુલાકાત માટેનો સમય માંગ્યો છે. શિવસેના નેતા સંજય રાઉતે ગુરુવાર સાંજે સ્પષ્ટ કહી કહ્યુ કે, ઉદ્ધવ ઠાકરેને બીજેપી તરફથી હજુ સુધી સરકાર રચવા માટે કોઈ પણ પ્રકારનો પ્રસ્તાવ નથી મળ્યો.

'બીજેપી નેતા ગવર્નરને મળ્યા'

આ સંદર્ભમાં બુધવારે શિવસેના નેતા સંજય રાઉતે કહ્યુ કે, રાજ્યપાલને અમે પણ મળ્યા અને તમામ અન્ય પાર્ટીના નેતા પણ મળ્યા છે. ગુરુવારે બીજેપીના મુખ્ય નેતા મળવાના છે. સારી વાત છે, અમે છેલ્લા નેક દિવસોથી આ જ માંગ કરી રહ્યા છીએ કે સૌથી મોટી પાર્ટી બીજેપી છે અને તેના નેતા રાજ્યપાલને મળે અને સરકાર રચવાનો દાવો રજૂ કરે.

શિવસેનાએ બીજેપી પર કર્યો હુમલો

સંજય રાઉતે બીજેપી પર નિશાન સાધતાં કહ્યુ કે, તેમની પાસે જો 145નો આંકડો છે અને જો સરકાર બને છે તો અમને ખુશી થશે. તેઓએ સ્પષ્ટ કર્યું કે જે વાતો કહેવામાં આવી રહી છે તે બધી ખોટી છે કારણ કે ઉદ્ધવ ઠાકરેની પાસે અત્યાર સુધી કોઈ પણ બીજેપી નેતાનો ફોન નથી આવ્યો. સંજય રાઉત સતત કહી રહ્યા છે કે જો બીજેપીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવી છે તો તેમને શિવસેનાની શરતો માનવી જ પડશે.કૉંગ્રેસ બીજેપીને સત્તાથી દૂર રાખવા માંગે છે

બીજી તરફ, મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઈ ચાલી રહેલા ગતિરોધની વચ્ચે કૉંગ્રેસ (Congress)ના રાજ્યસભા સભ્ય હુસૈન દલવઈએ બુધવારે મુંબઈમાં શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉત (Sanjay Raut)સાથે મુલાકાત કરી. દલવઈએ બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, રાઉત સાથે તેમની ચર્ચા સકારાત્મક રહી અને કૉંગ્રેસ અને એનસીપીની સાથે મળી બીજેપીને સત્તાથી દૂર રાખવા માટે કામ કરવું જોઈએ.

વિધાનસભાની હાલની તસવીર

મહારાષ્ટ્રમાં 21 ઑક્ટોબરે જાહેર થયેલા પરિણામોમાં કોઈ પણ પાર્ટીને બહુમત નથી મળ્યું. 288 સીટોવાળી વિધાનસભામાં બીજેપીને 105, શિવસેનાને 56, કૉંગ્રેસને 44 અને એનસીપીને 54 સીટો મળી છે. બીજી તરફ, 13 અપક્ષ ઉમેદવારો જીત મેળવીને વિધાનસભા પહોંચ્યા છે. સરકાર બનાવવા માટે કોઈ પણ પાર્ટીને 145 ધારાસભ્ય જોઈએ. શિવસેના અને બીજેપીએ સાથે મળી ચૂંટણી લડી હતી, પરંતુ હવે સરકાર રચવાને લઈ ખેંચતાણ ચાલી રહી છે.

આ પણ વાંચો, મહારાષ્ટ્ર : BJPએ કહ્યું- મહારાષ્ટ્રમાં 48 કલાકમાં સરકાર બનાવીશું
First published: November 7, 2019, 7:16 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading