મહારાષ્ટ્રમાં મહિલા પર ગેંગ રેપ, નરાધમોએ નગ્ન હાલતમાં રસ્તા પર ફેંકી
મહારાષ્ટ્રમાં મહિલા પર ગેંગ રેપ, નરાધમોએ નગ્ન હાલતમાં રસ્તા પર ફેંકી
મહારાષ્ટ્ર ગેંગરેપ
Maharashtra Gang rape-મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં 35 વર્ષીય મહિલા પર ગેંગ રેપ કરવામાં આવ્યો, બાદમાં તેને રસ્તા પર ફેંકી દેવામાં આવી, સ્થિતિ હાલ નાજૂક છે, કેસના 2 આરોપીને પોલીસે ગિરફ્તાર કર્યા. તપાસ માટે SITની રચના કરવામાં આવી
મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં એક 35 વર્ષીય મહિલા પર ત્રણ પુરુષો દ્વારા કથિત રીતે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો, બાદમાં તેને રસ્તા પર ફેંકી દેવામાં આવી હતી. (Maharashtra Gang rape) આ માહિતી શનિવારે પોલીસે આપી હતી. કારધા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર રાજેશ થોરાટે જણાવ્યું કે, પુલ પાસે એક મહિલા નગ્ન હાલતમાં પડી હોવાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. (Bhandara Gang Rape) તેમણે વધુમાં કહ્યું, 'મહિલાને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાંથી તેની વધુ સારવાર માટે નાગપુર મેડિકલ કોલેજ રિફર કરવામાં આવી હતી. પીડિતાનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે. (Maharashtra Police SIT)
ગોંદિયાના SP વિશ્વ પાનસરેએ જણાવ્યું કે આ કેસ ગોંદિયા પોલીસને સોંપવામાં આવ્યો છે. “અમે કેસ નોંધ્યો અને બે આરોપીઓની ધરપકડ પણ કરી છે. વધુ તપાસ ચાલુ છે. પોલીસે જે બે આરોપીને પકડ્યા છે, તે અમિત સરવે અને મોહમ્મદ અન્સારી છે. બંને આરોપીઓને 8 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. પોલીસ અન્ય આરોપીને શોધી રહી છે અને આ બાબતે ગોંદિયા જિલ્લાના ગોરેગાંવથી લાખાણી સુધીના તમામ સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.
હાલ, મહારાષ્ટ્ર સરકારે ભંડારા જિલ્લાના ગોંદિયામાં ભયાનક સામૂહિક બળાત્કાર કેસની તપાસ કરવા માટે એક મહિલા IPS અધિકારીના નેતૃત્વમાં SITની રચના કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં જીવન સામે લડી રહેલી પીડિતા પર 3-4 લોકોએ ક્રૂરતાપૂર્વક સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. હાલ મહિલાની નાગપુરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે, અને વહેલી તકે પગલાં લેવા જણાવ્યું હતું.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર