ઔરંગાબાદમાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ, એકનું મોત, કલમ 144 લાગુ
મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ શહેરમાં બે દુકાનદારો વચ્ચે થયેલા વિવાદે હિંસાનું સ્વરૂપ ધારણ કરી દીધું છે. બંને પક્ષોના લોકોએ અનેક દુકાનોમાં આગ લગાવી દીધી છે.
મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ શહેરમાં બે દુકાનદારો વચ્ચે થયેલા વિવાદે હિંસાનું સ્વરૂપ ધારણ કરી દીધું છે. બંને પક્ષોના લોકોએ અનેક દુકાનોમાં આગ લગાવી દીધી છે.
મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ શહેરમાં બે દુકાનદારો વચ્ચે થયેલા વિવાદે હિંસાનું સ્વરૂપ ધારણ કરી દીધું છે. બંને પક્ષોના લોકોએ અનેક દુકાનોમાં આગ લગાવી દીધી છે. સાથે સાથે હાવનોમાં પણ આગચંપી કરી છે. હિંસક અથડામણમાં એક યુવકના મોતના સમાચાર છે. હિંસાએ ધીમે ધીમે ઔરંગાબાદના અનેક વિસ્તારોને પોતાની ઝપેટમાં લીધા છે.
મળતી માહિતી પ્રમાણે વિવાદ બાદ ઔરંગાબાદમાં અનેક જગ્યાઓએ આગપંચી અને વાહોનમાં તોડફોટના કિસ્સાઓ બન્યા છે. આગચંપીની ગટનાઓ પછી તંત્ર દ્વારા આખા શહેરમાં કલમ 144 લાગુ કરવાની ફરજ પડી છે. આ સાથે આખા શહેરમાં મોટો પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યા છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરમાં બે દુકાનદારો વચ્ચે કોઇ વાત ઉપર વિવાદ થયો હતો. બંને પક્ષો વચ્ચે વિવાદ એટલો વકર્યો કે બંને તરફથી પથ્થરબાજી થવા લાગી. જોત જોતામાં આ વિવાદે હિંસા જેવું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. ધીમે ધીમે આખો વિસ્તાર હિંસાની ઝપેટમાં આવી ગયો. વધુ મળતી માહિતી પ્રમાણે અસમાજિક તત્વોએ અનેક દુકાનોમાં આગ લગાવી દીધી અને વાહનોમાં તોડફોડ કરી. આ હિંસક ઘટનામાં એક યુવકની મોત પણ થયું છે.
ઘટનાની જાણ થતાંની સાથે સ્થળ ઉપર પોલીસની ટીમ પહોંચીને સંપૂર્ણ વિસ્તારને છાવણીમાં ફેરવી દીધો. વિસ્તારમાં તણાવને જોઇને કલમ 144 લાગુ કરવામાં આવી છે. આગ ઓલવવાની કામગીરી કરવામાં આવી રહી છે જ્યારે બીજી આવી ઘટનાઓ ન બને તે માટે સંપૂર્ણ બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
Published by:Ankit Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર