મુખ્યમંત્રી બન્યા પછી દેવેન્દ્ર ફડણવીસની સંપત્તિમાં 100%નો વધારો

News18 Gujarati
Updated: October 5, 2019, 5:08 PM IST
મુખ્યમંત્રી બન્યા પછી દેવેન્દ્ર ફડણવીસની સંપત્તિમાં 100%નો વધારો
દેવન્દ્ર ફડણવીસ

  • Share this:
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી પદ ફળ્યું હોય તેમ લાગે છે! ઉલ્લેખનીય છે કે ફડણવીસે વિધાનસભા ચૂંટણી માટે દક્ષિણ પશ્ચિમ નાગપુર સીટથી પોતાનું નામાંકન દાખલ કર્યું છે. તેમણે આ પહેલા પણ આ જ જગ્યાએથી ચૂંટણી લડી હતી અને સારા મતો સાથે જીત પણ મેળવી હતી. ત્યારે આ વખતે નામાંકન ભરતા તેમણે તેમની સંપત્તિ અંગે પણ ખુલાસો કર્યો હતો. જે મુજબ ગત પાંચ વર્ષોમાં તેમના અને તેમના પરિવારની સંપત્તિમાં 100 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.

નામાંકન દરમિયાન સોંગદનામાં ફડણવીસે આ અંગે જાણકારી આપી છે. ચૂંટણી આયોગ પાસે ફડણવીસે સોગંદનામામાં તેમની ચલ-અચલ સંપત્તિની જાણકારી આપી છે. 2014માં તેમણે જે સોંગદનામું આપ્યું હતું અને હાલ જે સોંગદનામું આપ્યું છે તે બંનેને સાથે જોતા સમજાય છે કે પાંચ વર્ષમાં તેમની સંપત્તિ લગભગ બમણી થઇ ગઇ છે. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી જણાવવામાં આવ્યું છે કે શહેરમાં પ્રોપર્ટીના ભાવ વધવાથી મુખ્યમંત્રીની સંપત્તિમાં વધારો થયો છે. સીએમઓ તરફથી તેમ પણ જણાવ્યું છે કે વર્ષ 2014માં 1.81 કરોડ રૂપિયાની તુલનાએ તેમની સંપત્તિ હાલ 3.78 કરોડ રૂપિયા થઇ ગઇ છે. જેમાં મુખ્યરૂપે જમીની કિંમતો વધવાના કારણે આ વધારો જોવા મળ્યો છે.

બીજી તરફ સીએમ ફડણવીસની પત્ની અમૃતા મુંબઇ એક્સિસ બેંકની વાઇસ પ્રેસિડન્ટ અને પશ્ચિમી ઇન્ડિયાની કૉર્પોરેટ હેડ પણ છે. પ્રોપર્ટી રેટ વધવાથી અમૃતાની સંપત્તિ પણ વધી છે. 2014મા અમૃતાની સંપત્તિ 42.60 લાખ હતી જે વધીને 99.30 લાખ રૂપિયા થઇ છે. વર્ષ 2014માં ફડણવીસ પાસે 50 હજાર રૂપિયા રોકડ હતા. જે 2019માં ઘટીને ખાલી 17,500 રૂપિયા થઇ ગયા છે. જ્યારે તેમની પત્નીના હાથમાં ખાલી 12,500 રૂપિયા રહ્યા છે. જે 2014માં 20 હજાર રૂપિયા હતા.
First published: October 5, 2019
વધુ વાંચો
अगली ख़बर