ટિકિટ ફાળવણી મામલે શિવસેનામાં ઘમાસાણ, 26 કાઉન્સિલર અને 300 કાર્યકતાઓના રાજીનામાં

News18 Gujarati
Updated: October 10, 2019, 10:02 AM IST
ટિકિટ ફાળવણી મામલે શિવસેનામાં ઘમાસાણ, 26 કાઉન્સિલર અને 300 કાર્યકતાઓના રાજીનામાં
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલાં જ શિવસેનાને એક મોટો આંચકો લાગ્યો છે

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલાં જ શિવસેનાને એક મોટો આંચકો લાગ્યો છે

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharashtra Assembly Election 2019) પહેલાં જ શિવસેના (Shiv Sena)ને એક મોટો આંચકો લાગ્યો છે. પાર્ટીના 26 કાઉન્સિલર અને 300 કાર્યકર્તાઓએ રાજીનામાં આપી દીધા છે. ટિકિટ ફાળવણીથી નારાજ આ નેતાઓ અને કાર્યકર્તાઓએ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ને પોતાના રાજીનામાં સોંપી દીધા છે.

કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP) છોડીને ભાજપ અને શિવસેનામાં જોડાયેલા નેતાઓના કારણે અનેક સીટીંગ ધારાસભ્યોની ટિકિટ કપાઈ ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે આ કારણે અનેક ધારાસભ્ય અને તેમના સમર્થકો નારાજ છે. તેમનું કહેવું છે કે, અમે વર્ષોથી પાર્ટીની સેવા કરી રહ્યા છીએ, પરંતુ થોડા દિવસ પહેલા અન્ય પાર્ટીમાંથી આવેલા નેતાઓને ટિકિટ આપવી અમારી સાથે અન્યાય છે.

ધારસભ્યોએ માતોશ્રી પર કર્યા હતા ધરણા

આ પહેલા 3 ઑક્ટોબરે ટિકિટ ફાળવણીથી નારાજ બે સીટીંગ ધારાસભ્યોએ ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રી પર ધરણા કર્યા હતા. નારાજ ધારાસભ્ય અશોક પાટિલના સમર્થકોએ કહ્યું હતું કે, અમને વિશ્વાસ નથી થતો કે તેમને ટિકિટ નથી આપવામાં આવી. તેઓ પાર્ટી માટે હંમેશા ઉપસ્થિત રહ્યા છે. અમે ન્યાયની માંગ કરી રહ્યા છીએ અને આશા છે કે ઉદ્ધવજી અને આદિત્યજી અમારી સાથે ન્યાય કરશે.

મહારાષ્ટ્રની 288 વિધાનસભા સીટો માટે 21 ઑક્ટોબરે મતદાન થવાનું છે અને તેના ત્રણ દિવસ બાદ પરિણામ જાહેર થશે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેનાનું ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન છે. 288માંથી 150 સીટો પર ભાજપ ચૂંટણી લડી રહ્યું છે જ્યારે શિવસેનાને 124 સીટો મળી છે. બીજી તરફ, બાકી વધેલી 14 સીટો પર અન્ય સહયોગી પાર્ટી ચૂંટણી લડી રહી છે.

2014ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને શિવસેના વચ્ચે ગઠબંધન નહોતું થઈ શક્યું. બંને પાર્ટી અલગ-અલગ ચૂંટણી લડી હતી. બાદમાં શિવસેનાએ ભાજપને સમર્થન આપ્યું હતું. આ વખતે પણ ગઠબંધનને લઈ ઘણી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી પરંતુ અંતે તેની પર મહોર મારવામાં આવી હતી. સીટ વહેંચણી અને ઉપમુખ્યમંત્રીના પદને લઈ બંને પાર્ટીઓમાં સહમિત નથી સધાઈ શકી.

નોંધનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભામાં સીટોની સંખ્યા 288 છે. તેમાંથી 234 સામાન્ય સીટો છે, જ્યારે અનુસૂચિત જાતિ એન અનુસૂચિત જનજાતિ માટે ક્રમશ: 29 અને 25 સીટો અનામત છે.

આ પણ વાંચો,

કેન્દ્રની 50 લાખ કર્મચારીઓને દિવાળીની ભેટ, મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો
કાશ્મીર મુદ્દે ભારતનો ચીનને સંદેશ : અમારા આંતરિક મામલાઓ પર ટિપ્પણી ન કરો
First published: October 10, 2019, 9:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading