Home /News /national-international /Maharashtra: મહારાષ્ટ્ર વિધાનસભામાં એકનાથ શિંદે સરકારે વિશ્વાસમત જીત્યો, સમર્થનમાં 164 વોટ પડ્યા

Maharashtra: મહારાષ્ટ્ર વિધાનસભામાં એકનાથ શિંદે સરકારે વિશ્વાસમત જીત્યો, સમર્થનમાં 164 વોટ પડ્યા

બીજેપી-શિંદે જૂથના ધારાસભ્યોએ એકનાથ શિંદેને પોતાના નેતા તરીકે પસંદગી કરી લીધી

Maharashtra Floor Test Updates : બીજેપી-શિંદે જૂથના ધારાસભ્યોએ એકનાથ શિંદેની પોતાના નેતા તરીકે પસંદગી કરી, ઉદ્ધવ જૂથના ધારાસભ્યો સામે એક મોટી મુશ્કેલી ઉભી થઇ છે. જો તે નવા ચીફ વ્હિપનો આદેશ નહીં માને તો તેમની સામે અયોગ્યતાની કાર્યવાની રસ્તો ખુલી જશે

વધુ જુઓ ...
મુંબઈ : મહારાષ્ટ્રની વિધાનસભામાં (Maharashtra Legislative Assembly)આજે એકનાથ શિંદે સરકારે (CM Eknath Shinde)  વિશ્વાસમત (eknath shinde government  )  જીતી લીધો છે. ઉદ્ધવ જૂથના અન્ય એક ધારાસભ્ય શ્યામસુંદર શિંદે વિશ્વાસમત પહેલા એકનાથ શિંદે સમૂહમાં સામેલ થઇ ગયા હતા. ગઇકાલથી લઇને શિવસેનાના 2 ધારાસભ્ય શિંદે જૂથમાં આવી ગયા છે. ઉદ્ધવ ઠાકરે જૂથના ધારાસભ્ય સંતોષ બાંગરે શિંદે જૂથ તરફ મતદાન કર્યું છે. તે એકનાથ શિંદે જૂથના ધારાસભ્યો સાથે જોવા મળ્યા હતા. એકનાથ શિંદેના સમર્થનમાં 164 વોટ પડ્યા છે. ઉદ્ધવ જૂથની શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના મહાવિકાસ અઘાડી ગઠબંધનના પક્ષમાં 99 વોટ પડ્યા હતા. સદનમાં રહેલા 3 ધારાસભ્યોએ મતદાનમાં ભાગ લીધો ન હતો.

રવિવારે મોડી રાત્રે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પોતાના ધારાસભ્યો સાથે મુંબઈની એક હોટલમાં બેઠક કરી હતી. જેમાં બીજેપીના ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)સહિત બધા ધારાસભ્યો પણ સામેલ થયા હતા.

રવિવારે બીજેપી-શિંદે જૂથના ધારાસભ્યોએ એકનાથ શિંદેને પોતાના નેતા તરીકે પસંદગી કરી હતી. સ્પીકર રાહુલ નાર્વેકરે (Rahul Narvekar)પણ એકનાથ શિંદેને નેતા તરીકે માન્યતા આપી દીધી છે. તેમની તરફથી ભરત ગોગાવલેને ચીફ વ્હિપ નિયુક્ત કર્યા છે. જ્યારે ઉદ્ધવ જૂથે અજય ચૌધરીને પહેલા વિધાયક દળના નેતા તરીક પસંદ કર્યા હતા. તેમની નિમણુકને સ્પીકરે રદ કરી દીધી છે. આ સિવાય સુનીલ પ્રભુને પણ ચીફ વ્હિપના પદેથી હટાવી દીધા છે. આ સાથે ઉદ્ધવ જૂથના ધારાસભ્યો સામે એક મોટી મુશ્કેલી ઉભી થઇ છે. જો તે નવા ચીફ વ્હિપનો આદેશ નહીં માને તો તેમની સામે અયોગ્યતાની કાર્યવાની રસ્તો ખુલી જશે.

રાહુલ નાર્વેકર બન્યા સ્પીકર

રવિવારે મહારાષ્ટ્ર વિધાનસભાનું બે દિવસનું વિશેષ સત્ર શરુ થઇ ગયું છે. પ્રથમ દિવસે વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી યોજાઇ હતી. મહારાષ્ટ્ર વિધાનસભાની સ્પીકરની (speaker election)ચૂંટણીમાં એકનાથ શિંદે જૂથનો વિજય થયો છે. બીજેપીના રાહુલ નાર્વેકરના (Rahul Narvekar)પક્ષમાં 164 વોટ પડ્યા હતા. આ સાથે જ તેમણે બહુમતી મેળવી લીધી હતી. જીત માટે રાહુલ નાર્વેકરને 145 વોટની જરૂર હતી. મહાવિકાસ અઘાડી ગઠબંધને રાજન સાલ્વીનો પરાજય થયો છે. રાજન સાલ્વીને 107 વોટ મળ્યા હતા.

આ પણ વાંચો - ફડણવીસ જાણતા હતા કે શિંદે બનશે મુખ્યમંત્રી, PM મોદીના કહેવા પર ઉપ મુખ્યમંત્રી પદના શપથ લીધા- સૂત્ર

મહારાષ્ટ્રની રાજનીતિ ઘટનાક્રમની ટાઇમલાઇન

20 જૂન - મહારાષ્ટ્ર વિધાનસભા પરિષદની ચૂંટણી યોજાઇ હતી. જેમાં મહાવિકાસ અઘાડી સરકારમાં ક્રોસ વોટિંગ થયું હતું, ભાજપાના પાંચેય ઉમેદવારો જીતી ગયા હતા.

21 જૂન - રાત્રે શિવસેવાના બળવાખોર ધારાસભ્યો એકનાથ શિંદેની આગેવાનીમાં સુરત હોટલમાં પહોંચ્યા હતા.

22 જૂન - શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને સુરતથી આસામના ગુવાહાટીમાં લઇ જવાયા હતા.

25 જૂન - એકનાથ શિંદે જૂથનો 50 ધારાસભ્યો તેમની સાથે હોવાનો દાવો

29 જૂન - રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ ઉદ્ધવ સરકારને 30 જૂને વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરવાનું ફરમાન કર્યું.

29 જૂન - ઉદ્ધવ સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ. જોકે ફ્લોર ટેસ્ટ કરવાનો રાજ્યપાલનો નિર્ણય યથાવત્ રાખ્યો.

29 જૂન - બહુમત ના હોવાથી ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું.
" isDesktop="true" id="1224918" >

30 જૂને - એકનાથ શિંદેએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, દેવેન્દ્ર ફડણવીસે ઉપ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

3 જુલાઇ - મહારાષ્ટ્ર વિધાનસભાનું બે દિવસનું વિશેષ સત્ર બીજેપીના રાહુલ નાર્વેકરની સ્પીકર તરીકે વરણી.

4 જુલાઇ - એકનાથ શિંદે સરકારનો વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ
First published:

Tags: Devendra Fadnavis, Eknath Shinde, Maharashtra