Home /News /national-international /Maharashtra : દેશમુખને ન મળી રાહત, વાજે અને અન્ય બેને CBI એ કોર્ટે ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા
Maharashtra : દેશમુખને ન મળી રાહત, વાજે અને અન્ય બેને CBI એ કોર્ટે ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા
Anil-Deshmukh (file photo)
Maharashtra, Anil Deshmukh, CBI: CBI એ દેશમુખની વધુ ત્રણ દિવસની કસ્ટડીની વિનંતી કરી હતી, જ્યારે વાજે, પલાંદે અને શિંદે માટે આવો આગ્રહ નહતો કર્યો. જોકે, CBI ની વિનંતીને ફગાવીને કોર્ટે ચારેયને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા.
દેશમુખ, તેના બે સહાયકો - સંજીવ પલાંડે અને કુંદન શિંદે - મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવ્યા પછી ન્યાયિક કસ્ટડીમાં હતા. બીજી બાજુ વાજે, ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani) ના દક્ષિણ મુંબઈના નિવાસસ્થાન એન્ટિલિયા નજીક પાર્ક કરાયેલ એક શંકાસ્પદ વાહન મળી આવ્યા બાદ અને મનસુખ હરણ હત્યા કેસમાં ન્યાયિક કસ્ટડીમાં હતા. વાહનમાંથી જિલેટીન સ્ટિક (વિસ્ફોટક સામગ્રી) મળી આવી હતી.
આ મહિનાની શરૂઆતમાં, તમામ આરોપીઓને ભ્રષ્ટાચારના કેસના સંબંધમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. રિમાન્ડની મુદત પૂરી થયા બાદ તેને શનિવારે સ્પેશિયલ સીબીઆઈ જજ ડીપી સિંઘડે સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.
CBI એ દેશમુખની વધુ ત્રણ દિવસની કસ્ટડીની વિનંતી કરી હતી, જ્યારે વાજે, પલાંદે અને શિંદે માટે આવો આગ્રહ નહતો કર્યો. જોકે, CBI ની વિનંતીને ફગાવીને કોર્ટે ચારેયને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા.
73 વર્ષીય NCP નેતાને CBI દ્વારા 6 એપ્રિલે આર્થર રોડ જેલમાંથી અટકાયતમાં લેવામાં આવ્યા હતા, જ્યારે બીજી તરફ, 4 એપ્રિલના રોજ, અન્ય ત્રણની આર્થર રોડ અને તલોજા જેલમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
સેન્ટ્રલ એજન્સી CBIએ શનિવારે ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાં એજન્સીએ કોર્ટમાંથી પાલાંડે, શિંદે અને વાઝેની ન્યાયિક કસ્ટડીની માંગણી કરી હતી.
મુંબઈ પોલીસ (Mumbai Police) કમિશનર પરમ બીર સિંહ દ્વારા કરવામાં આવેલા આરોપોને પગલે તપાસ એજન્સીએ 21 એપ્રિલ, 2021ના રોજ દેશમુખ સામે ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો હતો.