મહારાષ્ટ્ર: હત્યાના આરોપીએ જજને માર્યું ચપ્પલ, કહ્યા અપશબ્દો

News18 Gujarati
Updated: June 29, 2019, 9:09 PM IST
મહારાષ્ટ્ર: હત્યાના આરોપીએ જજને માર્યું ચપ્પલ, કહ્યા અપશબ્દો
પ્રતિકાત્મક તસવીર

આરોપી માટે કોર્ટે એક નવો વકિલ નિયુક્ત કર્યો હતો, જેનાથી તે ખુબ નારાજ હતો. તે નહોતો ઈચ્છ તો કે, તેનો કેસ કોઈ નવા વકિલ પાસે જાય

  • Share this:
મહારાષ્ટ્રના ઠાણે સ્થિત સેશન કોર્ટમાં હત્યાના એક આરોપીએ એક જજ સામે ચપ્પલ ફેક્યું અને તેમને અપશબ્દો પણ કહ્યા. વાત જાણે એમ છે કે, આરોપી માટે કોર્ટે એક નવો વકિલ નિયુક્ત કર્યો હતો, જેનાથી તે ખુબ નારાજ હતો. તે નહોતો ઈચ્છ તો કે, તેનો કેસ કોઈ નવા વકિલ પાસે જાય. પોલીસે જણાવ્યું કે, આ પૂરી ગટના શુક્રવારની છે.

જજે કહ્યું નવો વકિલ રાખો
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ગણેશ ગાયકવાડ નામનો એક વ્યક્તિ હત્યાના મામલામાં કેસનો સામનો કરી રહ્યો છે અને હાલમાં તેને ઠાણેની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો છે. તેણે કેસની સુનાવણી માટે શુક્રવારે જીલ્લા સેશન કોર્ટમાં રાજેશ ગુપ્તા સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જજે જ્યારે ગાયકવાડને તેના વકિલ મુદ્દે પુછ્યુ, ત્યારે તેણે કહ્યું કે, વકિલ હાજ નથી. ત્યારબાદ જજે તેને કહ્યું કે, તે પોતાના માટે નવો વકિલ રાખે.

આરોપી સામે કેસ નોંધાયો
અધિકારીએ જણાવ્યું કે, જજની આ વાતથી ગાયકવાડ નારાજ થઈ ગયો. તેણે પોતાના ચપ્પલ નીકાળ્યા અને જજ સામે ફેક્યા તથા અપશબ્દો પણ કહ્યા. જોકે, ચપ્પલ ન્યાયાધીશને વાગ્યા ન હતા. કેમ કે, તે ઝુકી ગયા હતા. ઠાણે નગર પોલીસે આ મુદ્દે પણ ગાયકવાડ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આ ઘટના બાદ આરોપીને પાછો જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.
First published: June 29, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...