મહારાષ્ટ્રમાં સોમવારે મંદિર અને ધાર્મિક સ્થળો ખુલશે, માસ્ક પહેરવા સહિતના બધા નિયમોનું પાલન કરવું પડશે

મહારાષ્ટ્રમાં સોમવારે મંદિર અને ધાર્મિક સ્થળો ખુલશે, માસ્ક પહેરવા સહિતના બધા નિયમોનું પાલન કરવું પડશે
મહારાષ્ટ્રમાં સોમવારે મંદિર અને ધાર્મિક સ્થળો ખુલશે

આદેશ પ્રમાણે મંદિર કે ધાર્મિક સ્થળોની અંદર માસ્ક ફરિજયાત પણે પહેરવું પડશે. આ સાથે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલા કોરોનાના નિયમનું પાલન કરવું પડશે

 • Share this:
  મુંબઈ : દેશભરમાં આજે દિવાળીનો (Diwali 2020) તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. દિવાળીના પ્રસંગે મહારાષ્ટ્ર સરકારે (Government of Maharashtra)ફરીથી મંદિર સહિત બધા ધાર્મિક સ્થળો ખોલવાનો આદેશ જાહેર કર્યો છે. સરકારના મતે સોમવારે 16 નવેમ્બરથી બધા ધાર્મિક સ્થળો ખુલશે.

  આદેશ પ્રમાણે મંદિર કે ધાર્મિક સ્થળોની અંદર માસ્ક ફરિજયાત પણે પહેરવું પડશે. આ સાથે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલા કોરોનાના નિયમનું પાલન કરવું પડશે. કારણ કે એક પણ કોરોના દર્દી ભીડ વાળા વિસ્તારમાં માસ્ક વગર ફરે તો તે ઓછામાં ઓછા 400 લોકોને સંક્રમિત કરી શકે છે. કેટલાક દિવસો પહેલા રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એ વાતનો સંકેત આપ્યો હતો કે દિવાળી પછી રાજ્યમાં ધાર્મિક સ્થળોને ફરીથી ખોલી દેવામાં આવશે. મંદિરો ફરીથી ખોલવાને લઈને બીજેપીએ સીએમ ઉદ્ધવ ઠાકરે સામે પ્રદર્શન પણ કર્યું હતું.  આ પણ વાંચો - Corona Vaccine: ડૉ. ગુલેરિયાને આશા- કોરોના વેક્સીન આવ્યા પહેલા જ કદાચ ઇમ્યૂન થઈ જશે ભારતીય

  થોડાક દિવસો પહેલા બંધ પડેલા ધાર્મિક સ્થળોને ફરીથી ખોલવાને લઈને મહારાષ્ટ્રના રાજ્યપાસ ભગત સિંહ કોશ્યારીએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને એક ચિઠ્ઠી લખી હતી. જેમાં લખ્યું હતું કે શું મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ભગવાન તરફથી કોઈ ચેતવણી મળી છે કે તે ધાર્મિક સ્થળોને ફરીથી ખોલવા માટે ટાળી રહ્યા છે.

  રાજ્યપાલે લખ્યું હતું કે સરકારે બાર અને રેસ્ટોરન્ટ ખોલી દીધા છે પણ મંદિર જેવા ધાર્મિક સ્થળો ખોલ્યા નથી. તમે હિન્દુત્વના મજબૂત પક્ષઘર રહ્યા છો. તમે ભગવાન રામ માટે સાર્વજનિક રુપથી પોતાની ભક્તિ વ્યક્ત કરી છે.
  Published by:Ashish Goyal
  First published:November 14, 2020, 17:14 pm

  टॉप स्टोरीज