મહારાષ્ટ્ર સરકારનો આકરો નિર્ણય, CM સહિત તમામ કર્મચારીઓનો 60% પગાર કપાશે

News18 Gujarati
Updated: March 31, 2020, 2:27 PM IST
મહારાષ્ટ્ર સરકારનો આકરો નિર્ણય, CM સહિત તમામ કર્મચારીઓનો 60% પગાર કપાશે
મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને નાણા મંત્રી અજિત પવાર (ફાઇલ તસવીર)

મહારાષ્ટ્રમાં ગ્રેડ-A અને B અધિકારીઓના પગારમાંથી 50 ટકા અને ગ્રેડ-C કર્મચારીઓના પગારમાંથી 25 ટકાનો કાપ મૂકવામાં આવશે

  • Share this:
મુંબઈઃ મહારાષ્ટ્ર (Maharashtra)માં કોરોના વાયરસ (Coronavirus)ના મામલા ઝડપથી વધી રહ્યા છે. એવામાં ઉદ્ધવ સરકારે એક પછી એક મોટા પગલાં ભરી રહી છે. રાજ્યના ઉપમુખ્યમંત્રી અને નાણા મંત્રી અજિત પવાર (Ajit Pawar)એ મંગળવારે જણાવ્યું કે, કોરોના મહામારી (Pandemic)ની સ્થિતિમાં સરકારી પ્રતિનિધિઓ, અધિકારીઓ અને કર્મચારીઓના પગારમાં કાપ મૂકવામાં આવશે. પવારે કહ્યું કે, મુખ્યમંત્રી સહિત તમામ ધારાસભ્યો અને વિધાન કાઉન્સિલરોનો માર્ચ મહિનાનો પગાર 60% કાપવામાં આવશે.

અજિત પવારના જણાવ્યા અનુસાર, ગ્રેડ એ અને બી અધિકારીઓના પગારમાંથી 50 ટકા અને ગ્રેડ સીના કર્મચારીઓના પગારમાંથી 25 ટકાનો કાપ મૂકવામાં આવશે. બીજી તરફ, ગ્રેડ ડીના કર્મચારીઓના પગારમાં કોઈ કાપ નહીં મૂકવામાં આવે.

આ પણ વાંચો, કોરોનાથી ડરવાની જરૂર નથી, ભારત આ જંગ સરળતાથી જીતી જશેઃ ડૉ. રેડ્ડીનો દાવો

નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં મંગળવારે કોરોનાથી સંક્રમિત પાંચ વધુ નવા કેસ સામે આવ્યા છે. તેની સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિત કેસોની કુલ સંખ્યા વધીને 230 થઈ ગઈ છે.

રાજ્યના વિવિધ હિસ્સાઓમાં સોમવાર સુધી 4,538 લોકોને આઇસોલેટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 3,876 લોકો સંક્રમિત ન હોવાની પુષ્ટિ થઈ ચૂકી છે, જ્યારે 220 તેનાથી સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો, લૉકડાઉનમાં TVના દર્શકો માટે સારા સમાચાર, ફ્રી થઈ તમારી મનપસંદ આ 4 પેઇડ ચેનલ

 
First published: March 31, 2020, 2:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading