મહારાષ્ટ્ર : હૉર્સ ટ્રેડિંગની બીકે કૉંગ્રેસના ધારાસભ્યોને જયપુર મોકલવાની કવાયત

News18 Gujarati
Updated: November 8, 2019, 12:01 PM IST
મહારાષ્ટ્ર : હૉર્સ ટ્રેડિંગની બીકે કૉંગ્રેસના ધારાસભ્યોને જયપુર મોકલવાની કવાયત
મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના વચ્ચે મુખ્યમંત્રી પદના મુદ્દે સરકાર રચવાનું કોકડું ગૂંચવાયું છે.

રાજ્યમાં શિવેસેના (Shiv Sena) અને ભાજપ (BJP)વચ્ચે કોઈ પણ પ્રકારની સમજૂતી થઈ શકી નથી. જોકે, મહારાષ્ટ્ર (Maharashtra)ના બદલાતા સમીકરણો પર રાજ્યપાલની નજર છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી (Maharashtra Assembly Election)ના પરિણામોને બે અઠવાડિયા થઈ ગયા હોવા છતાં પણ રાજ્યમાં સરકારની રચના અંગે કોઈ નિવેડો આવ્યો નથી. જો આજે મહારાષ્ટ્રમાં (Maharashtra) સરકાર રચવાની જાહેરાત ન થાય તો મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)એ રાજીનામુ સોંપવું પડે તેવી સ્થિતિ છે. આ સાથે ફડણવીસ સરકારી ગાડી બંગલો ખાલી કરી શકે છે. માહિતી મુજબ રાજ્યમાં શિવેસેના (Shiv Sena) અને ભાજપ (BJP)વચ્ચે કોઈ પણ પ્રકારની સમજૂતી સધાઈ નથી. આ તમામ ઘટનાક્રમ પર રાજ્યપાલ સતત નજર નાંખીને બેઠા છે. દરમિયાન કૉંગ્રેસ દ્વારા તેમના ધારાસભ્યોને (MLA) હૉર્સ ટ્રેડિંગની (Horse Trading) બીકે જયપુરની હોટલમાં શિફ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે.

મીડિયાના અહેવાલો મુજબ, દક્ષિણપંથી નેતા સંભાજી ભીડે માતોશ્રી પહોંચી સેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ઠાકરે તેમને મળી શક્યા નહોતા પરંતુ ભીડે તેમનો સંદેશ શિવસેનાના વડા સુધી પહોંચાડ્યો છે. આ તમામ ગતિવિધીઓની વચ્ચે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી મુંબઈ પહોંચ્યા છે અને તેઓ શિવસેના અને ભાજપ વચ્ચે કોકડું ગોઠવવાની કવાયત કરી કરી શકે છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્ર: કોઈ સમાધાન નહીં નીકળે તો આજે CM દેવેન્દ્ર ફડણવીસ રાજીનામું આપશે!

શિવસેનાનો તરખાટ, 'સી.એમ. પદ આપવાનો લેટર હોય તો જ આવજો'દરમિયાન શિવેસનાના નેતા ઉદ્ધવ ઠાકરે સાથે ગડકરીની સંભવિત મુલાકાત પહેલાં મહારાષ્ટ્ર શિવસેનાના પ્રવક્તા અને સરવેસરવા સંજય રાઉતે લલકાર કર્યો છે. તેમણે કહ્યું છે કે આ અસ્મિતાની લડાઈ છે અને આ લડાઈ શરૂ રહેશે. તેમણે કહ્યું જેમની પાસે બહુમત છે તે સરકાર બનાવે આ જનાદેશનું અપમાન થઈ રહ્યું છે. રાજ્યમાં રાષ્ટ્રપતિ સાશન લાદવું જનતાનું અપમાન ગણાશે. દિલ્હી સામે મહારાષ્ટ્ર ક્યારેય ઝુક્યું નથી ન તો શરદ પવાર ઝુક્યા છે ન તો ઉદ્ધવ ઠાકરે ઝુકશે. આ અસ્મિતાની લડાઈ છે. સમાચાર ઍજન્સી ભાષા મુજબ સંજય રાઉતે જણાવ્યું છે કે જો ભાજપ શિવસેનાને મુખ્યમંત્રી પદ આપવા માંગતું હોય તો જ શિવસેના સાથે મુલાકાત કરે

 
First published: November 8, 2019
વધુ વાંચો
अगली ख़बर