મુંબઈ-પુણે જૂના હાઈવે પર બસ ખીણમાં પડતાં 5 લોકોનાં મોત, 30 ઘાયલ

News18 Gujarati
Updated: November 4, 2019, 11:59 AM IST
મુંબઈ-પુણે જૂના હાઈવે પર બસ ખીણમાં પડતાં 5 લોકોનાં મોત, 30 ઘાયલ
ભોર ઘાટ ખાતેના વળાંકમાં ડ્રાઇવરે બસ પરથી કાબૂ ગુમાવતાં લક્ઝરી બસ ખીણમાં પડી

ભોર ઘાટ ખાતેના વળાંકમાં ડ્રાઇવરે બસ પરથી કાબૂ ગુમાવતાં લક્ઝરી બસ ખીણમાં પડી

  • Share this:
મુંબઈ-પુણે જૂના હાઈવે (Mumbai_Pune Old Highway) પર સોમવાર સવારે એક બસ દુર્ઘટનાનો શિકાર થઈ ગઈ. આ દુર્ઘટનામાં 5 લોકોનાં મોત થયા છે, જ્યારે 30થી વધુ પ્રવાસી ઘાયલ છે. ભોર ઘાટ (Bhor Ghat)ની પાસે ડ્રાઇવરની બેદરકારીને કારણે થયેલી આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પ્રાથમિક અહેવાલો મુજબ, ડ્રાઇવરે પોતાનું સંતુલન બસ પરનું સંતુલન ગુમાવી દીધું હતું, જેના કારણે બસ ખીણમાં પડી ગઈ. દુર્ઘટના બાદ બસને ભારે નુકસાન થયું છે.

મુંબઈથી પુણે જઈ રહેલી લક્ઝરી બસ જેવી ભોર ઘાટ પાસના ગરમાલ ટર્નિંગ પોઇન્ટ પર પહોંચી ત્યારે ડ્રાઇવરે બસ પરથી સંતુલન ગુમાવી દીધું અને બસ સીધી 60 ફુટ નીચે ખીણમાં પડી ગઈ. બસની અંદર 50 લોકો સવાર હતા, જેમાં બાળકો પણ સામેલ હતા.

પોલીસ અને એમએસઆરટીસી વિભાગના બચાવ ટીમના કર્મચારીઓએ લોકોને રેસ્ક્યૂ કરવાનું શરૂ કરી દીધું. નોંધનીય છે કે, મુંબઈ-પુણેના નવા હાઈવે પર કોઈ ટેકનીકલ ખામીને કારણે કેટલાક વાહનોને જૂના હાઈવે પર ડાઇવર્ટ કરવામાં આવી રહ્યા છે. આ જૂના હાઈવે પર ભોર ઘાટની પાસે ગરમાલ ટર્નિંગ પર દુર્ઘટનાની શક્યતા વધુ રહે છે. પ્રશાસન તરફથી અહીં કર્મચારીઓને દિશા-નિર્દેશ માટે તહેનાત કરવામાં આવે છે. તેમ છતાંય દુર્ઘટનાઓ થતી રહે છે.

દુર્ઘટના વિશે જાણ થતાં જ તાત્કાલીક એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. ઘાયલોને નજીકની હૉસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના શબને પોલીસે પોતાના કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

આ પણ વાંચો,

કાઠમંડુ પાસે 34 મુસાફર ભરેલી બસ નદીમાં પડી, 8ના મોત, કેટલાક લાપતા
દીકરાની અંતિમ ઈચ્છા પૂરી કરવા અર્થી સામે લોકગીત ગાતી રહી માતા
First published: November 4, 2019, 11:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading