મહારાષ્ટ્રમાં 2-4 સપ્તાહની અંદર આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર - ટાસ્ક ફોર્સ

પ્રતિકાત્મક તસવીર

કોવિડ-19 માટે બનેલા સ્ટેટ ટાસ્ક ફોર્સે આ ચેતાવણી આપી છે, ટાસ્ક ફોર્સનું કહેવું છે કે ત્રીજી લહેરની બાળકો પર ખાસ અસર પડશે નહીં

 • Share this:
  મુંબઈ : મહારાષ્ટ્રમાં (Maharashtra)આગામી બે-ચાર સપ્તાહમાં કોરોનાની ત્રીજી લહેર (3rd Covid Wave In Maharashtra) આવી શકે છે. કોવિડ-19 માટે બનેલા સ્ટેટ ટાસ્ક ફોર્સે આ ચેતાવણી આપી છે. ટાસ્ક ફોર્સનું કહેવું છે કે ત્રીજી લહેરની બાળકો પર ખાસ અસર પડશે નહીં. અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં એક બેઠકમાં આ અંદાજ લગાવવામાં આવ્યો છે.

  ટાસ્ક ફોર્સે સંકેત આપ્યો છે કે ત્રીજી લહેરમાં કુલ કેસોની સંખ્યા બીજી લહેરમાં એક્ટિવ કેસની સાથે ડબલ થઇ શકે છે. ફોર્સનું માનવું છે કે એક્ટિવ કેસની સંખ્યા 8 લાખ સુધી પહોંચી શકે છે. એ પણ આશંકા છે કે 10% કેસ બાળકો કે યુવા વયસ્કો સાથે જોડાયેલા હોઇ શકે છે.

  આ પણ વાંચો - અમદાવાદ : આનંદ નિકેતન સ્કૂલની મનમાની, RTEના વિદ્યાર્થીઓને સ્કૂલના ગ્રુપમાંથી રિમુવ કરાતા વિવાદ

  ટાસ્ક ફોર્સના સદસ્ય ડો. શશાંત જોશીએ કોવિડ પ્રોટોકોલના પાલન પર ભાર આપતા કહ્યું કે રાજ્યમાં બ્રિટન જેવી સ્થિતિનો સામનો કરવો પડી શકે છે જ્યા બીજી લહેર ઓછા થવાના ચાર સપ્તાહની અંદર ત્રીજી લહેર આવી ગઈ હતી. ટાસ્ક ફોર્સની એ પણ સલાહ હતી કે નિમ્ન મધ્યમવર્ગ આ લહેરમાં સૌથી વધારે પ્રભાવિત થશે કારણ કે તે પહેલી બે લહેરમાં વાયરસથી બચ્યા કે તેમાં એન્ટીબોડી ઓછા થઇ ગયા હોય.

  વેક્સીનેશન પર ભાર

  મળેલી જાણકારી પ્રમાણે સીએમ ઠાકરેએ બેઠકમાં કહ્યું કે દેશને 42 કરોડ વેક્સીનના ડોઝ મળશે અને રાજ્યને તેનાથી ફાયદો થશે.
  ટાસ્ક ફોર્સે મૃત્યુદરને ઓછો કરવા માટે ટિકાકરણ પર ભાર આપ્યો છે. કોવિડની પ્રથમ લહેરમાં મહારાષ્ટ્રમાં દર્દીઓની સંખ્યા 13 સપ્ટેમ્બર 2020ના રોજ સૌથી વધારે 3,01,752 હતી. જ્યારે આ વર્ષે 22 એપ્રિલે કોવિડ-19ની બીજી લહેર દરમિયાન 6,99,858 હતી. ગત વર્ષે 9 સપ્ટેમ્બરે રાજ્યમાં પોઝિટિવિટી રેટ 23.53 % હતો જે આ વર્ષે 8 એપ્રિલે 24.96 % પર પહોંચી ગયો હતો.

  મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગના મતે રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા 59,34,880 થઇ ગઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા 1,15,390 પર પહોંચી છે.
  Published by:Ashish Goyal
  First published: