કર્ણાટક: સિદ્ધગંગા મઠના 111 વર્ષીય મહંતનું નિધન, મોદી તેમને ગુરૂ માનતા હતા

કર્ણાટક: સિદ્ધગંગા મઠના 111 વર્ષીય મહંતનું નિધન, મોદી તેમને ગુરૂ માનતા હતા
નરેન્દ્ર મોદી સાથે મહંત શિવકુમાર સ્વામીની ફાઇલ તસવીર

સ્વામીજીના નિધન બાદ રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા માટે કર્ણાટકના મુખ્ય મંત્રી એચડી કુમારસ્વામીએ ડેપ્યુટી સીએમ જી પરમેશ્વર, ગૃહમંત્રી એમબી પાટિલ અને જિલ્લા પ્રસાશનની બેઠક બોલાવી છે.

 • Share this:
  સ્ટેસી પરેરા

  કર્ણાટકના સિદ્ધગંગા મઠના 111 વર્ષીય મહંત શિવકુમાર સ્વામીનું સોમવારે બપોરે અવસાન થયું હતું. પાછલા કેટલાક સમયથી માંદગીના કારણ તેઓ પથારીવશ હતા અને છેલ્લા કેટલાક સમયથી વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યાં હતા. તેમના નિધન બાદ મઠ પર અંતિમ દર્શન માટે ભક્તોની ભીડ એકઠી થઈ રહી છે.  શિવકુમાર સ્વામીને વડા પ્રધાન મોદી સહિત અનેક નેતાઓ પોતાના ગુરૂ માનતા હતા. વર્ષ 2007માં તેમના 100માં જન્મદિવસ પર કર્ણાટક સરકારે તેમને 'કર્ણાટક રત્ન' પુરસ્કારથી નવાજ્યા હતા. વર્ષ 2015માં ભારત સરકારે તેમને પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા. જ્યારે કર્ણાટકના મુખ્ય મંત્રી એચડી કુમાર સ્વામી તેમને ' ભારત રત્ન'થી સન્માનિ કરવાની માગ કરી ચુક્યા છે.
  પાછલા બે મહિનામાં સ્વામીજીની તબિયતમાં ઘણો ઉતાર ચઢાવ આવ્યો હતો. વેન્ટિલેટર પર સારવાર લઈ રહેલા સ્વામીજીના શરીરમાં પ્રોટીનની માત્રા અને બ્લડ પ્રેશરમાં ખૂબ જ ઘટાડો નોંધાયો હતો.

  શિવકુમાર સ્વામીના નિધનના પગલે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેવા હેતુથી કર્ણાટકના મુખ્ય મંત્રી એચડી કુમાર સ્વામીએ ડેપ્યુટી સીએમ પરમેશ્વર, ગૃહમંત્રી એમબી પાટિલ અને જિલ્લા પ્રસાશન સાથે બેઠક બોલાવી છે.

  તસવીરોમાં જુઓઃ શિવકુમાર સ્વામીના આશીર્વાદ મેળવતા લોકો  ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને પૂર્વ મુખ્ય મંત્રી બીએસ યેદિયુરપ્પા, કેન્દ્રીય મંત્રી ડીવી સદાનંદ ગૌડા અને સાંસદ શોભા કરંદલાજે પોતાના નિર્ધારિત કાર્યક્રમો રદ્દ કરી અને સિદ્ધગંગા મઠ જવા રવાના થઈ ગયા છે. સુત્રોના જણાવ્યા મુજબ, વીઆઈપીના આવનજાવન માટે મઠની પાસે હેલિપેડ તૈયાર કરવામાં આવ્યું છે. મઠની પાસે વધારે ભીડ એકઠી ન થાય તેથી નેશનલ હાઇ-વે 48 સાથે સંલગ્ન અનેક માર્ગો પર ટ્રાફિક ડાયવર્ટ કરાયો છે.
  First published:January 21, 2019, 14:56 pm