પ્રયાગરાજ. અખિલ ભારતીય અખાડા પરિષદના (Akhil Bhartiya Akhada Parishad) અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિની સુસાઇડ નોટથી (Mahant Narendra Giri Suicide Note) એ વાતનો ખુલાસો થયો છે કે તેમણે આત્મહત્યા જેવું પગલું એટલા માટે ભર્યું કારણ કે તેમના શિષ્ય આનંદ ગિરિએ (Anand Giri) એક ફોટો સાથે ચેડા કરી તેમને એક યુવતી સાથે દર્શાવ્યા હતા અને તેનાથી બ્લેકમેલ (Blackmail) કરી રહ્યા હતા. મહંત નરેન્દ્ર ગિરિએ સુસાઇડ નોટમાં લખ્યું છે કે મેં સમગ્ર જીવન સન્માન સાથે જીવ્યું છે. જો આ ફોટો બહાર આવી જશે તો હું સમાજમાં સન્માનથી નહીં જીવી શકું. તેનાથી સારું છું કે હું મરી જઉં. સુસાઇડ નોટમાં એવું પણ લખ્યું છે કે 13 સપ્ટેમ્બરે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસે કબજે લીધેલી સુસાઇડ નોટમાં મહંત નરેન્દ્ર ગિરિએ (Mahant Narendra Giri) લખ્યું છે કે આનંદ ગિરિના કારણે આજે હું વિચલિત થઈ ગયો. હરિદ્વારથી સૂચના મળી કે આનંદ કોમ્પ્યુટરના માધ્યમથી એક યુવતી સાથે મારો ફોટો જોડીને ખોટું કામ કરીને ફોટો વાયરલ કરવાનો છે. મને બદનામ કરવા જઈ રહ્યો છે. મેં વિચાર્યું કે એક વાર બદનામ થઈ ગોય તો ક્યાં-ક્યાં સફાઈ આપીશ. બદનામ થઈ ગયો તો જે પદ પર છું તેની ગરિમા જતી રહેશે. તેનાથી તો સારું હું મારી જવું ઠીક છે. મારા મર્યા બાદ હકીકત તો સામે આવીને જ રહેશે. મહંત નરેન્દ્ર ગિરિએ વધુમાં લખ્યું છે કે હું સન્માન સાથે જીવી રહ્યો છું, જો મારી બદનામી થઈ ગઈ તો હું સમાજમાં કેવી રીતે રહીશ, તેનાથી મારું મરી જવું ઠીક રહેશે.
મહંત નરેન્દ્ર ગિરિએ સુસાઇડ નોટમાં લખ્યું છે કે તેઓ 13 સપ્ટેમ્બરે જ આત્મહત્યા કરવા માંગતા હતા. પરંતુ હિંમત નહોતા કરી શક્યા. આજે જ્યારે હરિદ્વારથી સૂચના મળી કે આનંદ એક-બે દિવસમાં ફોટો વાયરલ કરવાનો છે તો બદનામીથી સારું તો મરી જવું છે. મારી આત્મહત્યાનો જવાબદાર આનંદ ગિરિ, પૂજારી આદ્યા પ્રસાદ તિવારી અને તેનો દીકરો સંદીપ તિવારી છે. ત્રણ આરોપીઓના નામની સાથે લખ્યું છે કે પોલીસ અધિકારીઓ તથા વહીવટી અધિકારીઓને પ્રાર્થના કરું છું કે આ ત્રણેયની સાથે કાયદાકિય કાર્યવાહી કરવામાં આવે જેથી મારા આત્માને શાંતિ મળી શકે.
મહંત નરેન્દ્ર ગિરિએ પોતાની સુસાઇડ નોટમાં શિષ્ય બલવીર ગિરિને ઉત્તરાધિકારી બનાવ્યા છે. મહંત નરેન્દ્ર ગિરિએ લખ્યું છે કે બલવીર ગિરિ મઠ મંદિરની વ્યવસ્થાનો પ્રયાસ કરશે, જે રીતે હું કરતો હતો. સાથોસાથ તેમણે પોતાના કેટલાક શિષ્યોનું ધ્યાન રાખવાની પણ વાત કહી. તેની સાથે જ તેમણે મહંત હરી ગોવિંદ પુરી માટે લખ્યું કે આપને નિવેદન છે કે મઢીના મહંત બલવીર ગિરિને જ બનાવજો. સાથોસાથ મહંત રવિન્દ્ર પુરીજી માટે તેમણે લખ્યું છે કે તમે હંમેશા સાથ આપ્યો છે, મારા મર્યા બાદ પણ મઠની ગરિમાને કાયમ રાખજો.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર