પ્રયાગરાજ : અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરી શંકાસ્પદ હાલતમાં સોમવારે નિધન થયું (Mahant Narendra Giri Death)છે. જાણકારી પ્રમાણે પ્રયાગરાજમાં (Prayagraj)તેમનું નિધન થયું છે. સૂત્રોના મતે તેમની લાશ લટકતી હાલતમાં બાધંબરી મઠમાંથી જ મળી આવી છે. ઉલ્લેખનીય છે કે તેમના નિધનના સમાચારની સાથે જ અખાડા પરિષદની (Akhil Bharatiya Akhada Parishad)અંદર મતભેદના સમાચારો ફરી ઉઠવા લાગ્યા છે. બતાવવામાં આવી રહ્યું છે કે મહંત નરેન્દ્ર ગિરીનો (Mahant Narendra Giri)રૂમ અંદરથી બંધ હતો જે પછી શંકા જતા તેને ખોલવામાં આવ્યો હતો જ્યાં નરેન્દ્ર ગિરીની લાશ (Mahant Narendra Giri Maharaj found dead )મળી આવી હતી. તેમની પાસે એક સુસાઇડ નોટ પણ પોલીસને મળી છે. જેમાં માનસિક રીતે પરેશાન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પછી પોલીસને સૂચના આપવામાં આવી હતી. બતાવવામાં આવી રહ્યું છે કે મહંત નરેન્દ્ર ગિરી છેલ્લા ઘણા દિવસોથી પરેશાન જોવા મળી રહ્યા હતા.
પ્રારંભિક તપાસમાં હત્યાની વાત નહીં
જોકે પ્રારંભિક તપાસ પછી પોલીસે હત્યાની વાતથી ઇન્કાર કર્યો છે. સૂત્રોના મતે મહંત નરેન્દ્ર ગિરીએ આત્મહત્યા કરી છે. જોકે હજુ પોલીસે આ વાતની પૃષ્ટી નથી કરી કે તેમની મોતનું કારણ આત્મહત્યા છે કે બીજું કાંઇ. પોલીસે આખા વિસ્તારને સીલ કરી દીધો છે અને કોઇને પણ બાધંબરી મઠમાં જવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. ફોરેન્સિક ટીમ સ્થળ પર તપાસ કરી રહી છે.
સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે મહંત નરેન્દ્ર ગિરીનો પોતાના એક શિષ્ય આનંદ ગિરી સાથે કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદને લઇને નરેન્દ્ર ગિરી અને તેમના શિષ્ય વચ્ચે કેટલાક દિવસો પહેલા સુલેહ પણ થઇ હતી. શિષ્યએ તેમની માફી માંગી હતી જે પછી મહંત ગિરીએ તેને માફ કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે મહંત નરેન્દ્ર ગિરી થોડા સમય પહેલા કોરોનાથી સંક્રમિત થયા હતા. જોકે તે કોરોનાને હરાવી સ્વસ્થ થયા હતા.
અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્ર ગિરીના નિધનના સમાચાર સામે આવતા જ અયોધ્યામાં શોકની લહેર ફેલાઇ ગઇ છે. હનુમાનગઢીના મહંત રાજુ દાસે કહ્યું કે અખાડા પરિષદના અધ્યક્ષના નિધનની સૂચના ઘણી દુખદ છે. ભગવાનને પ્રાર્થના છે કે મૃત આત્માને શાંતિ પ્રદાન કરે. નરેન્દ્ર ગિરીનું નિધન સાધુ સમાજની અપાર ક્ષતિ છે. સનાતન ધર્મની રક્ષા માટે તે હંમેશા સમર્પિત રહેતા હતા.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર