મહંત નરેન્દ્ર ગિરિના નિધન કેસમાં (Mahant Narendra Giri Death Case) પહેલીવાર એ પ્રત્યક્ષદર્શી (Eye Witness) સામે આવ્યો છે જેણે લાશને પંખાથી નીચે ઉતારી હતી. News18 સાથેની વાતચીત દરમિયાન પ્રત્યક્ષદર્શી સર્વેશે જણાવ્યું કે, અખિલ ભારતીય અખાડા પરિષદના (Akhil Bhartiya Akhada Parishad) અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિનો (Mahant Narendra Giri) જ્યારે ફોન સ્વિચઓફ આવી રહ્યો હતો તો મેં દરવાજાની કડી તોડી દીધી. જ્યારે દરવાજો ખુલ્યો તો મેં જોયું કે મહંતજી પંખા સાથે લટકેલા હતા. ત્યારબાદ અમે તાત્કાલિક ચાકૂ મંગાવ્યું અને દોરડાને કાપી તેમની લાશને (Dead Body) નીચે ઉતારી.
સર્વેશે જણાવ્યું કે, અમને લાગી રહ્યું હતું કે મહારાજજી જીવતા હશે પરંતુ જ્યારે કોઈ હલચલ ન થઈ તો અમે પોલીસને ફોન કર્યો. 15થી 20 મિનિટમાં પોલીસ ત્યાં પહોંચી ગઈ અને પછી તેમણે કાર્યવાહી શરૂ કરી. સર્વેશે કહ્યું કે મહંતજીએ જે રૂમમાં આત્મહત્યા કરી હતી તે રૂમમાં કાયમ નહોતા રહેતા. જ્યારે પણ તેઓ આવતા તો ત્યાં બેસતા હતા, વિશ્રામ કરતા હતા. તે દિવસે પણ એવું જ થયું. અમે લોકોએ ફોન કર્યો તો તેમનો ફોન બંધ આવતો હતો. પછી અમે દરવાજાની કડી તોડી દીધી.
મહંત નરેન્દ્ર ગિરિના આત્મહત્યાના દિવસે કરી હતી સતુઆ બાબા સાથે વાત
બીજી તરફ, સૂત્રોના હવાલાથી જાણવા મળ્યું છે કે મહંત નરેન્દ્ર ગિરિના મોતવાળા દિવસે સંત સતુઆ બાબા સાથે વાત કરી હતી. સતુઆ બાબા સાથે તેમણે ઘણી વાતો પણ શૅર કરી હતી, પરંતુ સતુઆ બાબા હજુ સુધી કોઈની સામે નથી આવ્યા. સતુઆ બાબાએ પોલીસને તમામ વાતો જણાવી છે, જેની તપાસ પોલીસ અને SIT કરી રહી છે. પોલીસની પાસે મહંત નરેન્દ્ર ગિરિના નંબરની તમામ કોલ ડિટેલ્સ પણ છે, જેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, મહંત નરેન્દ્ર ગિરિએ સુસાઇડ નોટમાં લખ્યું છે કે તેઓ 13 સપ્ટેમ્બરે જ આત્મહત્યા કરવા માંગતા હતા. પરંતુ હિંમત નહોતા કરી શક્યા. આજે જ્યારે હરિદ્વારથી સૂચના મળી કે આનંદ એક-બે દિવસમાં ફોટો વાયરલ કરવાનો છે તો બદનામીથી સારું તો મરી જવું છે. મારી આત્મહત્યાનો જવાબદાર આનંદ ગિરિ, પૂજારી આદ્યા પ્રસાદ તિવારી અને તેનો દીકરો સંદીપ તિવારી છે. ત્રણ આરોપીઓના નામની સાથે લખ્યું છે કે પોલીસ અધિકારીઓ તથા વહીવટી અધિકારીઓને પ્રાર્થના કરું છું કે આ ત્રણેયની સાથે કાયદાકિય કાર્યવાહી કરવામાં આવે જેથી મારા આત્માને શાંતિ મળી શકે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર