મહંત નરેન્દ્ર ગિરીના મોત (Mahant Narendra Giri Death)મામલે હવે એક મોટો ખુલાસો થયો
Mahant Narendra Giri death case- મહંત નરેન્દ્ર ગિરીએ સુસાઇડ નોટમાં લખ્યું- હું પહેલા પણ આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો પણ હિંમત થઇ ના હતી આજે હું હિંમત હારી ગયો અને આત્મહત્યા કરી રહ્યો છું
પ્રયાગરાજ : મહંત નરેન્દ્ર ગિરીના મોત (Mahant Narendra Giri Death)મામલે હવે એક મોટો ખુલાસો થયો છે. તેમના રૂમમાંથી મળી આવેલ સુસાઇડ લેટરમાં બાધંબરી ગાદીના ઉત્તરાધિકારીનું નામ પણ સામે આવ્યું છે. નરેન્દ્ર ગિરીએ (Mahant Narendra Giri)સ્પષ્ટ શબ્દોમાં પોતાના ઉત્તરાધિકારી તરીકે બલવીર ગિરીનું નામ લખ્યું છે. આ સાથે જ એ સ્પષ્ટ કર્યું છે કે તેમના મોતના જવાબદાર સીધી રીતે આનંદ ગિરી (Anand Giri)હ, આદ્યા તિવારી અને સંતોષ તિવારી છે જે તેમને માનસિક રીતે પરેશાન કરી રહ્યા હતા. તેમણે આ ત્રણેય આરોપીઓના નામ સાથે લખ્યું છે કે હું પોલીસ અધિકારીઓ અને પ્રશાસનિક અધિકારીઓને પ્રાર્થના કરું છું કે આ ત્રણેય સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે જેથી મારા આત્માને શાંતિ મળી શકે.
આ સાથે મહંત નરેન્દ્ર ગિરીએ (Mahant Narendra Giri Suicide)લખ્યું છે કે પ્રિય બલવીર ગિરી મઠ મંદિરની વ્યવસ્થાનો પ્રયાસ કરજે, જે રીતે હું કરતો હતો. સાથે તેમણે પોતાના કેટલાક શિષ્યોનું ધ્યાન રાખવાની વાત પણ કહી છે. આ સાથે તેમણે મહંત હરી ગોવિંદ પુરી માટે લખ્યું છે કે તમને નિવેદન છે કે મઢીના મહંત બલવીર ગિરીને જ બનાવજો. સાથે મહંતે રવિન્દ્ર પુરી જી માટે લખ્યું છે કે તમે હંમેશા સાથ આપ્યો છે મારા મોત પછી પણ મઠની ગરિમા બનાવી રાખજો.
મહંત નરેન્દ્ર ગિરીએ લખ્યું કે આનંદ ગિરીના કારણે જ આજે હું વિચલિત થઇ ગયો છું. હરિદ્વારથી સૂચના મળી કે આનંદ ગિરી કમ્પ્યુટરના માધ્યમથી એક યુવતી સાથે મારો ફોટો જોડીને ખોટું કામ કરીને મને બદનામ કરવા જઈ રહ્યો છે. આનંદનું કહેવું છે કે તમે સફાઇ આપતા જ રહેશો. આગળ નરેન્દ્ર ગિરીએ લખ્યું કે હું જે સન્માનથી જીવી રહ્યો છું જો મારી બદનામી થઇ તો હું સમાજમાં કેવી રીતે રહીશ. તેનાથી સારું મરી જવું યોગ્ય રહેશે.
પહેલા જ કરવા માંગતો હતો આત્મહત્યા
નરેન્દ્ર ગિરીએ લખ્યું કે આજે હું આત્મહત્યા કરી રહ્યો છું જેની પૂરી જવાબદારી આનંદ ગિરી, આદ્યા પ્રસાદ તિવારી અને તેના પુત્ર સંદિપ તિવારીની છે. જેમને મેં પહેલા જ બહાર કર્યા હતા. હું પહેલા પણ આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો પણ હિંમત થઇ ના હતી. હવે આ મારી અંદર વિચાર આનંદ ગિરીએ જાહેર કર્યા જેનાથી મારી બદનામી થઇ છે. આજે હું હિંમત હારી ગયો અને આત્મહત્યા કરી રહ્યો છું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર