અજીત સિંહ, પ્રયાગરાજ. અખિલ ભારતીય અખાડા પરિષદના (Akhil Bhartiya Akhara Parishad) અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીનું (Mahant Narendra Giri) સોમવારે સંદિગ્ધ સ્થિતિમાં મોત થયું છે. પ્રયાગરાજના (Prayagraj) બાઘંબરી મઠમાં તેમની લાશ ફાંસીના ફંદાથી લટકાયેલી મળી છે. મહંત નરેન્દ્ર ગિરી મોતના મામલામાં )Mahant Narendra Giri Death Case) પોલીસે મોબાઇલના કોલ ડિટેલ રિપોર્ટ સાથે અગત્યના પુરાવા મળ્યા છે. મહંત નરેન્દ્ર ગિરીના મોતથી 6થી 10 કલાકની વચ્ચે જે-જે લોકો સાથે વાત થઈ છે તે તમામ નંબર શોધીને પોલીસ પૂછપરછ કરશે. સૂત્રોએ જણાવ્યું કે, પોલીસને વીડિયો પણ હાથ લાગ્યો છે, જેની તપાસ પોલીસ કરી રહી છે.
મહંત નરેન્દ્ર ગિરીના મોતને તેમના શિષ્ય આનંદ ગિરી સાથે ચાલી રહેલા વિવાદ સાથે પણ જોડવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, મહંત નરેન્દ્ર ગિરીએ પોતાની સુસાઇડ નોટમાં આનંદ ગિરી તરફથી માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે. આ દરમિયાન ઉત્તરાખંડ પોલીસે મહંત નરેન્દ્ર ગિરીના શિષ્ય આનંદ ગિરીની ધરપકડ કરી લીધી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
બીજી તરફ, કસ્ટડીમાં લીધા બાદ આનંદ ગિરીએ કહ્યું છે કે ગુરુજી ક્યારેય આત્મહત્યા ન કરી શકે, તેમની હત્યા થઈ છે. તેમણે જણાવ્યું કે, આઇજી પોતે તેમાં સંદિગ્ધ છે. આઇજી સતત મહંત નરેન્દ્ર ગિરીના સંપર્કમાં રહેતા હતા. આનંદ ગિરીનો આરોપ છે કે મઠ અને મંદિરના નાણા પચાવવા માટે મહંતજીની હત્યા કરવામાં આવી છે. આ કાવતરામાં મઠના અનેક મોટા નામ સામેલ હોઈ શકે છે. કરોડો રૂપિયાનો ખેલ છે. ઉલ્લેખનીય છે કે, મહંત નરેન્દ્ર ગિરીની પાસેથી મળેલી સુસાઇડ નોટમાં (Narendra Giri Suicide Note) આનંદ ગિરી, આદ્યા તિવમરી અને સંદીપ તિવારી માનસિક રીતે ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે.
ઉત્તર પ્રદેશ પોલીસ એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે જણાવ્યું કે મહંત નરેન્દ્ર ગિરીની આત્મહત્યાની સૂચના તેમના શિષ્ય બબલૂએ ફોન પર પોલીસને આપી હતી. ત્યારબાદ જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો તેમની લાશને ઉતારવામાં આવી ચૂકી હતી અને નીચે મૂકી હતી. પોલીસના જણાવ્યા મુજબ, મહંત નરેન્દ્ર ગિરીનું પોસ્ટમોર્ટમ મંગળવારે ડૉક્ટરોની પેનલ બપોરે બે વાગ્યે કરશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર