Narendra Giri Death Case: શિષ્ય આનંદ ગિરી, પૂજારી આદ્યા તિવારી અને તેમના દીકરા સંદીપ તિવારીની ધરપકડ, આ છે આરોપ

નિરંજની અખાડાના મહંત અને અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્ર ગિરીની ફાઇલ તસવીર

મહંત નરેન્દ્ર ગિરીની સુસાઇડ નોટના આધારે પોલીસ આવી હરકતમાં, ત્રણ લોકોની ધરપકડ, મોટા ખુલાસા થવાની શક્યતા

  • Share this:
    પ્રયાગરાજ. નિરંજની અખાડાના (Niranjani Akhara) મહંત અને અખિલ ભારતીય અખાડા પરિષદના (All India Akhara Parishad) અધ્યક્ષ નરેન્દ્ર ગિરીની (Narendra Giri) સંદિગ્ધ પરિસ્થિતિમાં મોતના મામલે પોલીસે તેમના શિષ્ય યોગગુરૂ આનંદ ગિરી, લેટે હુએ હનુમાન મંદિરના પૂજારી આદ્યા તિવારી અને તેમના દીકરા સંદીપ તિવારીની ધરપકડ કરી દીધી છે. ત્રણેય પર મહંત નરેન્દ્ર ગિરિને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લાગ્યો છે. આનંદ ગિરીની હરિદ્વારથી પોલીસ (Police) અને એસઓજીએ ધરપકડ કરી છે. રાતમાં જ તેમને પકડીને પોલીસ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માટે રવાના થઈ ગઈ છે.

    બીજી તરફ, હનુમાન મંદિરના પૂજારી આદ્યા તિવારી અને તેમના દીકરા સંદિપ તિવારીની મોડી રાત્રે પોલીસે પૂછપરછ બાદ ધરપકડ કરી છે. પોલીસ મહંત નરેન્દ્ર ગિરીના મોતને આત્મહત્યા માનીને ચાલી રહી છે. તેમના રુમમાંથી મળેલી સુસાઇડ નોટના આધાર પર ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

    એડીજી લો એન્ડ ઓર્ડરે કહી આ વાત

    ADG LO પ્રશાંત કુમારે જણાવ્યું કે, ઘટનાસ્થળેથી મળેલી સુસાઇડ નોટમાં આનંદ ગિરી, આદ્યા તિવારી અને સંદીપ તિવારીને આત્મહત્યા માટે જવાબદાર હોવાનું કહેવાય છે. ઉત્તરાખંડ પોલીસના (Uttarakhand Polic) સહયોગથી આનંદ ગિરીને દહેરાદૂનમાં કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. સુસાઇડ નોટનું પરીક્ષણ કરવામાં આવશે. મંગળવારે ડૉક્ટરની પેનલથી પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. શિષ્યો તરફથી ફરિયાદ મળતાં એફઆઇઆર નોંધવામાં આવી હતી. ફરિયાદ મળવાની દિશામાં યોગ્ય કલમો લગાવી પોલીસે જાતે એફઆઇઆર નોંધી છે.

    આ પણ વાંચો, શંકાસ્પદ હાલતમાં અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીનું નિધન, સ્થળ પરથી મળી સુસાઇડ નોટ

    આનંદ ગિરીએ કહ્યું, અમને ફસાવવાનું કાવતરું છે

    બીજી તરફ આદ્યા તિવારીની પત્ની સરસ્વતી દેવીએ પોતાના પતિ અને દીકરા સંદીપ તિવારીને નિર્દોષ ગણાવ્યા છે. બીજી તરફ, આનંદ ગિરીએ મહંત નરેન્દ્ર ગિરીના મોતને હત્યા ગણાવતાં તેમને કાવતરા હેઠળ ફસાવવામાં આવ્યા છે. તેમનું કહેવું છે કે જ્યારે નરેન્દ્ર ગિરીને લખતા-વાંચતા આવડતું નથી તો તેઓ કેવી રીતે સુસાઇડ નોટ લખી શકે.

    આ પણ વાંચો, Mahant Narendra Giri Suicide: ‌આનંદ ગિરીનો દાવો, કહ્યું- લખવાનું જાણતા ન હતા ગુરુજી, તો કેવી રીતે લખી સુસાઇડ નોટ

    શિષ્ય સાથે ચાલી રહ્યો હતો વિવાદ

    સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે મહંત નરેન્દ્ર ગિરીનો પોતાના એક શિષ્ય આનંદ ગિરી સાથે કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદને લઇને નરેન્દ્ર ગિરી અને તેમના શિષ્ય વચ્ચે કેટલાક દિવસો પહેલા સુલેહ પણ થઇ હતી. શિષ્યએ તેમની માફી માંગી હતી જે પછી મહંત ગિરીએ તેને માફ કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે મહંત નરેન્દ્ર ગિરી થોડા સમય પહેલા કોરોનાથી સંક્રમિત થયા હતા. જોકે તે કોરોનાને હરાવી સ્વસ્થ થયા હતા.
    Published by:Mrunal Bhojak
    First published: