નવી દિલ્હી : અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ રહેલા મહંત નરેન્દ્ર ગિરીના મોતની (Mahant Narendra Giri Suicide)તપાસ હવે સીબીઆઈ (CBI) કરી રહી છે. આ કેસમાં તપાસ દરમિયાન સૌથી મોટી વાત એ સામે આવી છે કે કેવી રીતે મહંતની (Mahant Narendra Giri Death) સાથે રહેનારો એક ગનર (બોડીગાર્ડ) અભિષેક મિશ્રા અને હનુમાન મંદિરનો મુખ્ય પુજારી આદ્યા પ્રસાદ તિવારી જેનો પગાર ફક્ત 10 હજાર રૂપિયા પ્રતિ મહિનો છે. જે છેલ્લા થોડા વર્ષોમાં કરોડપતિ બની ગયા છે. મહંતના ((Mahant Narendra Giri)મોતના પડદા પાછળની કહાની શું છે? તેની તપાસમાં લાગેલી એસઆઈટીની ટીમ હવે આવા ઘણા લોકોની સંપત્તિ શોધી રહી છે. એસઆઈટી આ ત્રણ સિવાય આનંદ ગિરી, આદ્યા પ્રસાદ તિવારી, સંદીપ તિવારી અને મહંત નરેન્દ્ર ગિરીના સુરક્ષાકર્મીઓની સંપત્તિની શોધ કરવામાં લાગી ગઈ છે.
ફક્ત 10 હજારના પગાર વાળો પંડિત કેવી રીતે બન્યો કરોડપતિ?
મોટા હનુમાન મંદિરના મુખ્ય પુજારી આદ્યા પ્રસાદ તિવારીનો પગાર ફક્ત 10 હજાર રૂપિયા પ્રતિ મહિનો છે. જોકે તેણે નૈની શિવ નગરમાં આલીશાન મકાન બનાવ્યું છે. સાથે પોતાના પુશ્તેની મકાનને પણ બનાવ્યું છે. નૈનીના આલિશાન મકાનની કિંમત કરોડોની છે. આદ્યા પ્રસાદ તિવારી પોતાના પૂરા પરિવાર સાથે નૈનીના આ મકાનમાં રહે છે. મહંતના નરેન્દ્ર ગિરીના કથિત સુસાઇડ નોટમાં આદ્યા પ્રસાદ તિવારી અને તેના પુત્રનું નામ પણ લખેલું છે. બતાવવામાં આવી રહ્યું છે કે મોટા હનુમાન મંદિરના ચડાવાને લઇને મહંત નરેન્દ્ર ગિરી નારાજ હતા. આદ્યા પ્રસાદ તિવારીએ મહંત નરેન્દ્ર ગિરીને હિસાબ પણ આપ્યો હતો. જે પછી મોટા હનુમાન મંદિરમાં સીસીટીવી કેમેરા લગાવ્યા હતતા. એસઆઈટીની ટીમ આદ્યા પ્રસાદ તિવારીના નૈનીના આ મકાનમાં પણ આવી હતી. પોલીસે આખા ઘરની તલાશી લીધી છે.
મહંતના ગનર અભિષેક પર એસઆઈટીની નજર
એસઆઈટીની મહંત નરેન્દ્ર ગિરીના ગનર અભિષેક મિશ્રા પર ખાસ નજર છે. જેની પાસે લક્ઝરી કાર અને કરોડોના બંગલા છે. અભિષેક મિશ્રાના ઘર અને તેની તસવીરો ન્યૂઝ 18 પાસે છે. જે એ બતાવે છે કે તે કેટલો મોટો માણસ બની ગયો છે.
- નરેન્દ્ર ગિરીનો ગનર અભિષેક મિશ્રા કરોડપતિ કેવી રીતે બન્યો?
- કરોડોના ઘર અને લક્ઝરી કાર ક્યાંથી આવી?
- ભક્તોના દાનના પૈસા શું સેવાદાર પાસે જતા હતા?
- જૌનપુરનો નવો બાહુબલી બનવા માંગતો હતો અભિષેક?
- અભિષેકના પિતા એક પશુ આહારની દુકાન ચલાવે છે. પુત્ર અભિષેકનો જલવો એવો કે લાખો-કરોડોની નીચે વાત કરતો નથી?
- મોંઘી ગાડીઓ અને હથિયારનો શોખ છે
- એક વર્ષમાં 50 થી 60 કરોડની સંપત્તિ બનાવી લીધી?
જૌનપુરમાં અભિષેકની કરોડોની સંપત્તિ
જૌનપુરના વિશુનપુર ગામનો નિવાસી અભિષેક મિશ્રા મહંત નરેન્દ્ર ગિરીનો ગનર અને પરમ ભક્ત બતાવવામાં આવે છે. ન્યૂઝ 18ની ટીમ જ્યારે તેના ગામ પહોંચી તો અભિષેક મિશ્રાની આલિશાન હવેલી જોવા મળી હતી. જોકે જાણકારી મળી કે અંદર કોઇ પરિવાર નથી. નરેન્દ્ર ગિરીના મોત પછી પરિવારના બધા લોકો અલ્હાબાદમાં છે. ગ્રામીઓએ કહ્યું કે મહંત નરેન્દ્ર ગિરી 6 મહિના પહેલા હવેલી પર અભિષેક મિશ્રાના લગ્ન સમારોહ કાર્યક્રમમાં આવ્યા હતા. ગ્રામીણોના મતે ચર્ચા એવી છે કે મહંત જી એ આ હવેલી પોતાના પરમ શિષ્ય અભિષેક મિશ્રાને આપી હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર