નવો ખતરો! નબળી થઈ રહી છે પૃથ્વીની Magnetic Field, આપણા satellites માટે છે ખતરનાક

News18 Gujarati
Updated: May 22, 2020, 11:17 PM IST
નવો ખતરો! નબળી થઈ રહી છે પૃથ્વીની Magnetic Field, આપણા satellites માટે છે ખતરનાક
સૂર્યમાંથી આવતી હાનીકારક શક્તિશાળી ચૂંબકીય તરંગો, અતિ આવેશિત કણ આજ ચૂંબકીય શક્તિના કારણે ધરતી સુધી નથી પહોંચી શકતા, જેનાથી આપણને ગણું નુકશાન પહોંચી શકે છે.

સૂર્યમાંથી આવતી હાનીકારક શક્તિશાળી ચૂંબકીય તરંગો, અતિ આવેશિત કણ આજ ચૂંબકીય શક્તિના કારણે ધરતી સુધી નથી પહોંચી શકતા, જેનાથી આપણને ગણું નુકશાન પહોંચી શકે છે.

  • Share this:
નવી દિલ્હી : છેલ્લા કેટલાક સમયથી પૃથ્વીમાં કેટલાક ફેરફાર જોવા મળી રહ્યા છે. જળવાયું પરિવર્તન તો પહેલાથી જ પોતાની અસર સ્પષ્ટ દેખાડી રહ્યું છે, પરંતુ પૃથ્વીની સપાટીની અંદર પણ ફેરફાર થઈ રહ્યા છે, જેની વૈજ્ઞાનિકોને જાણ થઈ છે. હવે વૈજ્ઞાીનિકોને એક વધુ જાણકારી પ્રાપ્ત થઈ છે કે, જે 200 વર્ષથી ધીરે-ધીરે થઈ રહી હતી. આપણી પૃથ્વીની ચૂંબકીય શક્તિ ધીમે ધીમે ઓછી થઈ રહી છે.

શું કામ આવે છ ચૂંબકીય ક્ષેત્ર

આ ચૂંબકીય ક્ષેત્ર આપણા માટે ખૂબ કામની વસ્તુ છે. સામાન્ય લોકોને તેના ઉપયોગની ખબર નથી પડતી. પરંતુ તે આપણી રક્ષા કરે છે. અંતરીક્ષમાં ખાસ રીતે સૂર્યમાંથી આવતી હાનીકારક શક્તિશાળી ચૂંબકીય તરંગો, અતિ આવેશિત કણ આજ ચૂંબકીય શક્તિના કારણે ધરતી સુધી નથી પહોંચી શકતા, જેનાથી આપણને ગણું નુકશાન પહોંચી શકે છે.

ક્યાં થઈ રહ્યું છે નબળુ

આ ચૂંબકીય ક્ષેત્ર ખાસ રીતે આફ્રિકાથી દક્ષિણ અમેરિકાના વિસ્તારોમાં ધીરે-ધીરે નબળુ થઈ રહ્યું છે. વૈજ્ઞાનિક આનુ કારણ જાણવાની કોશિસ કરી રહ્યા છે. પરંતુ તેના કારણે આપણી પૃથ્વીની આસપાસ ચક્કર લગાવી રહેલા આપણા સેટેલાઈટમાં કોઈ ટેક્નીકલ પરેશાનીઓ આવવા લાગી છે.

કેવી રીતે બને છે ચૂંબકીય ક્ષેત્રયૂરોપીયન સ્પેસ એજન્સી અનુસાર, આ ચૂંબકીય ક્ષેત્ર પૃથ્વીની સપાટીની નીચે બાહ્ય ક્રોડવાળી પરતમાં વહેતા ગરમ તરલ લોખંડના કારણે બને છે. આ પરત આપણી પૃથ્વીની સપાટીથી 3 હજાર કિમી નીચે છે. હાલમાં જ આપણા વૈજ્ઞાનિકોએ આ પરતમાં ખૂબ સ્પષ્ટ ફેરફાર જોયા છે. તેમણે જોયું કે, પૃથ્વીની ક્રોડની પરત સપાટીની તુલનામાં ફરવા લાગી છે.

પરંતુ આ પણ છે પડકાર

જર્મન શોધકર્તા જુર્ગેન માટજ્કાનું કહેવું છે કે, આવો પ્રભાવ ગત દશકોમાં પણ જોવા મળ્યો હતો. પરંતુ, હાલના વર્ષોમાં આ ઝડપથી વિકસીત થઈ રહ્યો છે. સારી વાત એ છે કે, તે સ્વાર્મ સેટેલાઈટ સમૂહના આંકડાથી આ અનામોલી અભ્યાસ કરી શકી રહ્યા છે. પરંતુ પડકાર એ છે કે, આપણે કેવી રીતે સમજીએ કે, તે કઈ પ્રક્રિયા છે જેના કારણે આપણી ધરતીની અંદર આ ફેરફાર થઈ રહ્યા છે.

તો શું થશે અર આ અનામોલીની

પરંતુ, ચૂંબકીય ક્ષેત્ર નબળુ થતા અંતરીક્ષમાંથી આવતા આવેશિત કણ ત્યાં સ્થિત આપણા ઉપગ્રહોમાં ઘુસી તેના કામ પર અસર પહોંચાડી શકે છે. ઉપકરણોને ખરાબ કરી શકે છે. હાલમાં વૈજ્ઞાનિક એ બતાવવાની સ્થિતિમાં નથી કે, આ અસર કેટલી વ્યાપક હશે, પરંતુ તેમનું માનવું છે કે, એ નિશ્ચિત છે કે, સૌથી પહેલા ઉપગ્રહો પર તેની અસર પડશે.
First published: May 22, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading