Home /News /national-international /ડિપ્રેશનમાં દાઉદ, બિઝનેસ છોડીને મૌલાના બની ગયો એકનો એક દીકરો

ડિપ્રેશનમાં દાઉદ, બિઝનેસ છોડીને મૌલાના બની ગયો એકનો એક દીકરો

ભાગેડું માફિયા ડોન દાઉદ ઇબ્રાહિમ કાસ્કરનાં પોતાનાં પરિવારમાં એક મોટી સમસ્યા થઇ ગઇ છે. આ સમસ્યા દાઉદનાં પોતાનાં દીકરાની છે. તેનો એકનો એક 31 વર્ષીય દીકરો મોઇન નવાઝ ડી. કાસ્કરે ફેમિલી બિઝનેસ છોડીને મૌલાના બનવાનો નિર્ણય કરી લીધો છે. પોલીસ અધિકારીઓ તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી હતી.

વધુ જુઓ ...

પોલીસ ઇન્સપેક્ટર પ્રદીપ શર્માએ માહિતી આપતા કહ્યું કે, મોઇન તેનાં પિતાની ગેરકાયદેસર પ્રવૃતિઓની વિરોધમાં છે. જેને કારણે તેનો આખો પરિવાર દુનિયાભરમાં કુખ્યાત થઇ ગોય છે. અને દરેક જગ્યાએથી તેને ભાગેડું જાહેર કરવામાં આવે છે. પ્રદીપ શર્માએ કહ્યું કે, દાઉદનાં નાના ભાઇ ઇકબાલ ઇબ્રાહિમ કાસ્કરની પૂછપરછ દરમિયાન માલૂમ થયુ કે, પરિવારમાં અશાંતિને કારણે દાઉદ અંદરથી તુટી ગયો છે.

આપને જણાવી દઇએ કે, ઇકબાલને પોલીસ દ્વાર ગત સ્પટેમ્બર મહિનામાં જબરદસ્તીથી વસુલી કરવાનાં મામલે તેની ધરપકડ કરવામાં આવી છે. ઇકબાલ કાસ્કરે તપાસકર્તાઓને જણાવ્યું હતું કે, ચિંતિત દાઉદને પરિવારિક અશાંતિનાં કારણે ડિપ્રેશનનો ભોગ બન્યો છે. તે પરેશાન છે અને ભવિષ્યમાં કોઇપણ તેનાં વિશાળ અંડરવર્લ્ડ સામરાજ્યને સંભાળવા વાળુ નથી.
તેનાંથી પણ વધુ તેનાં બીજા એક ભાઇ અનીસ ઇબ્રાહિમ કાસ્કરની ઉંમર ખુબ વધુ છે. અને તેનું સ્વાસ્થ્ય પણ સારુ નથી. સાથે જ તેનાં અન્ય ભાઇઓનાં મોત થઇ ગયા છે અને સામ્રાજ્યને સંભાળવા માટે હવે કોઇ જ વિશ્વાસ પાત્ર સંબંધી દાઉદ પાસે નથી.

શર્માનું કહેવું છે કે, ગત કેટલાંક વર્ષોથી તેનાં દીકરાએ પરિવાર અને તેનાં તમામ વ્યસાયો સાથેનો વ્યવહાર બંધ કરી દીધો છે અને તે આનાંથી સંપૂર્ણ અલગ થઇ ગયો છે. તેમજ તે વાતમાં પણ હજુ સુધી શંકા છે કે મોઇન આવનારા દિવસોમાં દાઉદની જ્ગયા લે છે કે નહીં.
શર્માએ વધુમાં ઉમેર્યુ હતું કે, ગત કેટલાંક વર્ષોથી દાઉદનો દીકરો તેનાં ઇકબાલ કાસ્કરે તેમને કહ્યું કે, તેમનો ભત્રીજો મોઇન ખુબજ સમ્માનિત અને યોગ્ય મૌલાના છે. મૌલાનાને હાફિઝ-એ-કુરાન
કહેવામાં આવે છે. જેણે પવિત્ર કુરાન યાદ કરી છે. કુરાનમાં કૂલ 6,236 કલમા શામેલ છે.

આ ઉપરાંત, મોઇને કરાંચીનાં પોશ સદર ઉપનગરમાં ફેશનેબલ ક્લિફ્ટન વિસ્તારમાં સ્થિત પરિવારને બંગલો છોડવો પડ્યો છે. અને તેમનાં ઘરની આસ-પાસ એક મસ્જિદમાં આ એક ભિક્ષુની જીંદદી
જીવવાનો વિકલ્પ નક્કી કરશે.
First published:

Tags: Dawood Ibrahim, અંડરવર્લ્ડ ડોન, પુત્ર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन