ભાજપમાં ભૂકંપ? 'નરેન્દ્ર મોદી' જોડાયા કોંગ્રેસમાં, MPમાં રાહુલ ગાંધી માટે કર્યો પ્રચાર!

News18 Gujarati
Updated: November 11, 2018, 7:45 AM IST
ભાજપમાં ભૂકંપ? 'નરેન્દ્ર મોદી' જોડાયા કોંગ્રેસમાં, MPમાં રાહુલ ગાંધી માટે કર્યો પ્રચાર!
રાહુલ ગાંધી સાથે અભિનંદન પાઠક

આવા જ એક નેતા છે અભિનંદન પાઠક જેમનો ચહેરો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મળતો આવે છે, અને તેના કારણે તે મોટી ભીડ પણ ભેગી કરી લે છે

  • Share this:
મધ્યપ્રદેશના ચૂંટણી ધમાસાણમાં હમશકલ નેતાઓની પણ બોલબાલા દેખાઈ રહી છે. આવા જ એક નેતા છે અભિનંદન પાઠક જેમનો ચહેરો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મળતો આવે છે, અને તેના કારણે તે મોટી ભીડ પણ ભેગી કરી લે છે. તે રાજ્યમાં કોંગ્રેસ માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.

ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે અભિનંદન પાઠકે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી. રાહુલ ગાંધી આજે રાજનાંદગાંવ પ્રવાસે હતા. રાહુલ ગાંધી જે હોટલમાં રોકાયા હતા, તેજ હોટલની બહાર અભિનંદન પાઠક તેમને મળવા માટે પહોંચ્યા. રાહુલ ગાંધી આ દરમ્યાન પોતાની કારમાં ક્યાંક જઈ રહ્યા હતા.

તે કારમાંથી ઉતરીને અભિનંદનને મળ્યા. બંને વચ્ચે અભિવાદન ચાલ્યું અને રાહુલ ગાંધી પ્રચાર માટે નીકળી ગયા. આ મુલાકાત ખુબ રસપ્રદ રહી કે રાહુલ ગાંધી સાથે પીએમ મોદીના હમશકલ હતા. રાહુલ ગાંધી-નરેન્દ્ર મોદી વચ્ચેને રાજકીય તણાવ જગજાહેર છે, એવા સમયમાં આ તસવીર એક અલગ જ અંદાજ દેખાડી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, અભિનંદન પાઠક મધ્યપ્રદેશમાં કોંગ્રેસ માટે પ્રચાર કરી રહ્યા છે. તેમણે ભાજપામાં સામેલ થવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ સફળ ન થઈ શક્યા.
First published: November 10, 2018, 7:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading