મદુરૈ : મદુરૈમાં રસ્તા પર રહેતા ભિખારી પૂલપાંડિયનને કોવિડ 19 રિલીફ ફંડમાં (Covid-19 Relief Fund) દાન આપવાના યોગદાન માટે જિલ્લા કલેક્ટર ટી જીી વિનય તરફથી પુરુસ્કાર આપવામાં આવ્યો હતો. તેણે જિલ્લા પ્રશાસનના માધ્યમથી છેલ્લા ત્રણ મહિનામાં મુખ્યમંત્રી રાહત કોષમાં અત્યાર સુધી 90,000 રૂપિયા દાન કર્યા છે. પૂલપાંડિયને 18 મે ના રોજ પ્રથમ વખત 10,000 રૂપિયા પહેલી વખત દાન તરીકે આપ્યા હતા. આ પછી કલેક્ટર કાર્યાલયમાં આઠ વખત આવીને દરેક વખતે 10,000 રૂપિયા દાન કર્યા હતા.
જિલ્લા કલેક્ટરે સ્વતંત્રતા દિવસના (Independence day)પ્રસંગે એવોર્ડ મેળવનારની યાદીમાં પૂલપાંડિયનું નામ પણ સામેલ કર્યું હતું. જોકે તે દિવસે મળ્યો ન હતો કારણ કે તે એક સ્થાને રહેતો નથી. અધિકારીઓએ ત્યારે રાહતનો શ્વાસ લીધો જ્યારે પૂલપાંડિયન નવમી વખત પૈસા આપવા માટે કલેક્ટર ઓફિસ આવ્યો હતો. જે પછી તેને સીધા કલેક્ટરની ઓફિસમાં લઈ જવામાં આવ્યો હતો.
પૂલપાંડિયન તુતીકોરિન જિલ્લાનો મૂળ રહેવાસી છે. તે ભીખ માંગવા લાગ્યો હતો કારણ કે તેના બંને પુત્રોએ તેની દેખરેખ રાખવાની ના પાડી દીધી હતી. કોવિડ 19 રિલીફ ફંડમાં દાન આપ્યા પહેલા તે ટેબલ, ખુરશી અને પાણી સુવિધા થાય તે માટે સરકારી સ્કૂલોમાં પૈસા દાનમાં આપ્યા હતા.
તે પણ તેવા લોકોમાં સામેલ હતો જે લૉકડાઉન દરમિયાન મુદુરૈમાં ફસાઈ ગયા હતા. સરકારે તેમને નગર નિગમ તરફથી સ્થાપિત એક અસ્થાયી આશ્રયમાં મોકલ્યા હતા. જ્યાં ભોજન અને અન્ય મૂળભૂત જરુરિયાતનું ધ્યાન રાખવામાં આવી રહ્યું હતું. આ પછી સ્થાન છોડી દીધું હતું અને ભીખ માંગવાથી મળનારા પૈસાને દાનમાં આપવાનું શરૂ કર્યું હતું.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર