Home /News /national-international /મદરેસાઓએ આપવા પડશે ઉત્તરપ્રદેશ સરકારના આ 12 સવાલોના જવાબ, વાંચો લિસ્ટ

મદરેસાઓએ આપવા પડશે ઉત્તરપ્રદેશ સરકારના આ 12 સવાલોના જવાબ, વાંચો લિસ્ટ

સરકારે મદરેસામાં થનાર સર્વે માટે સવાલોનું એક ફોર્મેટ તૈયાર કર્યું છે.

યુપીમાં હાલ મદરેસા રાજકારણનો અખાડો બની ગઈ છે. સોશિયલ મીડિયા પર પણ મદરેસાઓને લઈને જુબાનીનો જંગ છેડાયો છે. આ સમગ્ર મામલો પ્રાઈવેટ મદરેસાઓ સાથે જોડાયેલો છે.

    નોઈડાઃ યુપીમાં હાલ મદરેસા રાજકારણનો અખાડો બની ગઈ છે. સોશિયલ મીડિયા (Social Media) પર પણ મદરેસાઓને લઈને જુબાનીનો જંગ છેડાયો છે. આ સમગ્ર મામલો પ્રાઈવેટ મદરેસાઓ સાથે જોડાયેલો છે. યુપી સરકાર મદરેસાઓનો સર્વે કરી રહી છે. સર્વે દરમિયાન મદરેસાઓના સંચાલકોને 12 સવાલ પુછવામાં આવશે. સવાલો સાથે સંબંધિત એક ફોર્મેટ તૈયાર કરવામાં આવ્યું છે. મદરેસા સંચાલકોને આ ફોર્મેટ મોકલી દેવામાં આવશે. ફોર્મેટમાં આપવામાં આવેલા 12 સવાલોના જવાબના આધાર પર જ મદરેસાઓનો સર્વે થશે. સર્વે ટીમ ઘટના સ્થળે એ જોશે કે આપવામાં આવેલા જવાબોની ભૌતિક સ્થિતિ શું છે.

    વાંચો સરકારે કેવા-કેવા સવાલો પૂછ્યા છે મદરેસાઓને

    સરકારે મદરેસાઓમાં થનાર સર્વે માટે સવાલોનું એક ફોર્મેટ તૈયાર કર્યું છે. ફોર્મેટમાં જે 12 સવાલોના જવાબ આપવામાં આવ્યા છે, તે કઈંક આ રીતના છે. મદરેસાનું નામ, મદરેસાનું સંચાલન કરનારી સંસ્થાનું નામ, મદરેસાની સ્થાપનાનુ વર્ષ, મદરેસા ભાડાની જગ્યાએ છે કે ખાનગી ભવનમાં, મદરેસામાં પીવાનું પાણી, શૌચાલય, વીજળી જેવી મૂળભૂત સુવિધાઓ છે કે નહિ, મદરેસામા ભણતા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓની સંખ્યા, મદરેસામાં શિક્ષકોની સંખ્યા, મદરેસામાં કયો અભ્યાસક્રમ ભણાવવામાં આવી રહ્યો છે. મદરેસાને કઈ રીતે ઈન્કમ થાય છે. મદરેસામાં અભ્યાસ કરતા સ્ટુડન્ટ શું કોઈ બીજી સંસ્થામાં પણ રજીસ્ટર્ડ છે. શું મદરેસાનો બીજી કોઈ બિનસરકારી સંસ્થા અને સમુહ સાથે સંબંદ્ધ છે. અને સૌથી અંતિમ સવાલ આરોપનો છે.

    અંતર પેદા કરનાર છે આ સર્વે

    ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના મહાસચિવ હજરત મૌલાના ખાલિદ સૈફુલ્લા રહમાનીએ તેની પ્રેસ નોટમાં કહ્યું કે કેટલીક રાજ્ય સરકારો દ્વારા ધાર્મિક મદરેસાઓનું સર્વેક્ષણ કરવાનો નિર્ણય વાસ્તવમાં બે ભાઈઓની વચ્ચે નફરત પેદા કરવાનું ષડયંત્ર છે. તેમણે વધુમાં કહ્યું કે ધાર્મિક મદરેસાઓનો એક ઉજ્જવળ ઇતિહાસ રહ્યો છે.

    અગાઉ ખોટા આરોપો લગાવવામાં આવ્યા હતા

    આ મદરેસાઓમાં અભ્યાસ કરનાર અને કરવનારાઓ માટે ચરિત્ર-નિર્માણ અને નૈતિક પ્રશિક્ષણનું આયોજન 24 કલાક કરવામાં આવે છે. આ મદરેસામાં અભ્યાસ કરનાર અને અભ્યાસ કરાવનારાઓએ આતંકવાદ અને સાપ્રદાયિક ધ્રૃણા પર આધારિત કોઈ જ કાર્ય કર્યું નથી. જોકે ઘણી વખત સરકારોએ આાવા આરોપ લગાવ્યા છે. જોકે આરોપ જ ખોટા હતા, આ કારણે તેના કોઈ પુરાવા મળ્યા નથી.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Uttar pradesh crime News, Uttarpradesh, UttarPradesh News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन