બેંકોની લોન ના ભરે તેમના પાસપોર્ટ જપ્ત કરવા કાયદામાં સુધારો કરો: હાઇકોર્ટ

News18 Gujarati
Updated: January 1, 2019, 11:44 AM IST
બેંકોની લોન ના ભરે તેમના પાસપોર્ટ જપ્ત કરવા કાયદામાં સુધારો કરો: હાઇકોર્ટ
પ્રતીકાત્મક તસવીર

જ્યાં સુંધી લોન પુરી ભરપાઇ ન કરે ત્યાં સુધી તેનો પાસપોર્ટ તેને પાછો આપવાનો નહીં અને જો લોન ભરવામાં નિષ્ફળ જાય તો થોડા સમય માટે તેનો પાસપોર્ટ રદ પણ કરી શકાય

  • Share this:
મદ્વાસ હાઇકોર્ટે કેન્દ્ર સરકારને એવું સુચન કર્યુ છે કે, બેંકોમાં લોન લઇ અને પરત ભરે નહીં અને વિદેશમાં ભાગી જનારા માણસો પર કાબુ લાવવા માટે પાસપોર્ટનાં નિયમોમાં ફેરફાર કરે અને નવા નિયમો લાવે. જેથી કરીને આવા બેંક ડિફોલ્ટરો દેશ છોડીને ભાગી ન જાય.

જસ્ટિસ એ. વૈદ્યનાથને આ સૂચન કરતા કહ્યું કે, બેંક ડિફોલ્ટરો દેશ છોડીને ભાગી જાય તેમને રોકરવા માટે સરકાર પાસે એવી અપેક્ષા રાખી શકાય છે કે, તે પાસપોર્ટનાં નિયમોમાં ફેરફાર કરે અને લોન લઇને ભરી શકનારા માણસો તેમનો પાસપોર્ટ જમા કરાવી દે. જેથી કરીને તે દેશ છોડીને કોઇ અજાણ્યામાં ભાગી ન જાય અને બેંકો તેની પાસેથી પૈસા પાછા કઢાવી શકે.”

ન્યાયાધીશે એવું પણ કહ્યું કે, જ્યાં સુંધી લોન પુરી ભરપાઇ ન કરે ત્યાં સુધી તેનો પાસપોર્ટ તેને પાછો આપવાનો નહીં અને જો લોન ભરવામાં નિષ્ફળ જાય તો થોડા સમય માટે તેનો પાસપોર્ટ રદ પણ કરી શકાય. પાસપોર્ટનાં નિયમોમાં એવા પણ સુધારા કરવા જોઇએ કે, બેંકની લોન ન ભરનારા માણસોનાં પાસપોર્ટ રિન્યુ કરવાનાં થાય ત્યારે બેંક અથવા સંબધિત કોર્ટનાં આદેશ લેવામાં આવે.”

મદ્વાસ હાઇકોર્ટમાં એક અરજીની સુનાવણી દરમિયાન સરકારી વકિલે માહિતી આપી કે, એક આંગણવાડી વર્કરને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. કેમ કે, જ્યારે ઓચિંતી મુલાકાત લેવામાં આવી ત્યારે તેઓ ત્યાં હાજર નહોતો. આ સિવાય, એવી પણ માહિતી મળી કે, આગંણવાડીમાં કામ કરતી મહિલા સંબધિત વિભાગને જાણ વગર સિંગાપોરની મુલાકાતે ગયા હતા અને તે પણ તેના સબંધીનાં પાસપોર્ટ પર.

આ વિગતો જાણ્યા પછી કોર્ટે આકરુ વલણ અપનાવ્યુ અને એવુ નોંધ્યુ કે, મહિલા કાર્યકારે તેની ફરજ યોગ્ય રીતે બજાવી નથી. તેમના વર્તન પરથી એ જણાય છે કે, તેમણે કાયદાની પ્રક્રિયાનો દુરઉપયોગ કર્યો છે અને આ માટે તેમને સખત સજા થવી જોઇએ. બે મહિનાથી ઓછી સજા ન થવી જોઇએ” કોર્ટે તેમના ઓર્ડરમાં આ પ્રમાણે નોંધ્યુ.

જો કે, કોર્ટે થોડુ વલણ કુણુ કર્યુ અને આદેશ કર્યો કે, સંબધિત પોલીસ સ્ટેશન આ મહિલાની ધરપકડ કરે અને ઉંડી તપાસ હાથ ધરે અને એક અઠવાડિયાની જેલ ભોગવે.આ કેસમાં કોર્ટે આદેશ કર્યો કે, આંગણવાડી મહિલાને સરકાર દ્વારા આપવામાં આવેલું રાશન કાર્ડ અને જેના પાસપોર્ટ પર તે સિંગાપોર ગઇ હતી તેમનું રાશનકાર્ડ પણ જપ્ત કરવામાં આવે અને આ મહિલાને સરકારનાં કોઇ લાભ આપવામાં ન આવે”.

 
First published: January 1, 2019, 11:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading