Home /News /national-international /

રોજબરોજના સરકારી કામકાજમાં દખલ ન કરી શકે LG કિરણ બેદી- મદ્રાસ HC

રોજબરોજના સરકારી કામકાજમાં દખલ ન કરી શકે LG કિરણ બેદી- મદ્રાસ HC

પુડ્ડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર કિરણ બેદી (ફાઇલ ફોટો)

મદ્રાસ હાઈકોર્ટે LG કિરણ બેદીને પુડ્ડુચેરીના રોજના કામમાં દખલ ન કરવા માટે કહ્યું છે

    મદ્રાસ હાઈકોર્ટે કિરણ બેદીને સૂચના આપતા કહ્યું છે કે તમે પુડ્ડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર કેન્દ્ર શાસિત રાજ્યના કામમાં દખલ કરવાનો અધિકાર નથી ધરાવતા. કોર્ટે તેમને રાજ્યના રોજના કામમાં દખલ ન કરવા માટે કહ્યું છે.

    ઉલ્લેખનીય છે કે, કોર્ટ પુડ્ડુચેરીના મુખ્યમંત્રી વી નારાયણસામી અને કિરણ બેદીની વચ્ચે ચાલી રહેલા ઘમાસાણ અને અધિકાર ક્ષેત્ર સાથે જોડાયેલા એક પિટિશનની સુનાવણી કરી રહી હતી. નારાયણસામીનો આરોપ છે કે કિરણ બેદી અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સથી જોડાયેલી ફાઇલોને સરકારની પાસે નથી મોકલી રહ્યા.

    કિરણ બેદીએ શું કહ્યું?

    કોર્ટની ટિપ્પણી બાદ કિરણ બેદીએ કહ્યું કે સીએમનો આરોપ સમગ્રપણે પાયાવિહોણો છે. આવું પહેલીવાર થયું છે કે સરકાર જનતા માટે કામ કરી રહી છે. હજુ અમે ચુકાદાની નકલની રાહ જોઈ રહ્યા છીએ અને તેને વાંચીને જ જવાબ આપશે. બીજી તરફ સીએમે પણ કહ્યું છે કે તેઓ પહેલા જજમેન્ટ વાંચશે બાદમાં કોઈ પ્રતિક્રિયા આપશે.

    પહેલાથી જ ચાલી રહ્યો છે જંગ

    નોંધનીય છે કે, ગત ફેબ્રુઆરીમાં સીએમ નારાયણસામી અને તેમની કેબિનેટે કિરણ બેદીના ઘરની બહાર ધરણા કર્યા હતા. નારાયણસામી સતત આરોપ લગાવતા રહ્યા છે કે કિરણ બેદી અનેક લોક કલ્યાણકારી યોજનાઓને આગળ નથી વધારવા દેતા.

    મુખ્યમંત્રીએ કિરણ બેદીની ફરિયાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ કરી હતી. સીએમનો આરોપ છે કે કિરણ બેદી સરકારી કામોમાં ખાનગી સંસ્થાઓને વધુ મહત્વ આપી રહ્યા છે. કિરણ બેદીની વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપોનું ડીએમકે અને ભાકપા સમર્થન કરતા રહ્યા છે.

    કિરણ બેદીએ આ વર્ષે જ એક તસવીર ટ્વિટ કરી સીએમ પર નિશાન સાધ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, શું આ કાયદો છે મિસ્ટર સીએમ? જો કોઈ સામાન્ય માણસ આપના કાર્યાલયની બહાર આવું કરે તો કેવું લાગશે- તમે પોલીસ પાસેથી શું કરવાની અપેક્ષા રાખો છો? કૃપા કરી તેમ જ કરો. શું સ્થાનિક પોલીસ કાર્યવાહી કરશે?
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Kiran Bedi, Madras high court, Puducherry

    આગામી સમાચાર