Home /News /national-international /

ઓફિસમાં અંગત કામ માટે મોબાઇલનો ઉપયોગ કરવા પર જઈ શકે છે નોકરી : હાઇકોર્ટ આપ્યો મહત્વનો નિર્ણય

ઓફિસમાં અંગત કામ માટે મોબાઇલનો ઉપયોગ કરવા પર જઈ શકે છે નોકરી : હાઇકોર્ટ આપ્યો મહત્વનો નિર્ણય

કોર્ટે આ વિશે તમિલનાડુ સરકારને (Tamilnadu Govt)નિયમ-કાયદા બનાવવા માટે પણ આદેશ આપ્યો છે

No use of mobile phone during office hours : અરજી સ્વાસ્થ્ય વિભાગની મહિલા કર્મચારીએ લગાવી હતી. તે ઓફિસમાં કામના સમયે મોબાઇલનો ઉપયોગ કરતી જોવા મળી હતી. આ કારણે વિભાગે તેને નિલંબિત કરી દીધી હતી

  ચેન્નઇ : તમિલનાડુની (Tamilnadu) એક કોર્ટે (Court)કહ્યું કે સરકારી કર્મચારીઓએ ઓફિસના સમયે અંગત કામ માટે મોબાઇલ ફોનના ઉપયોગ કરવો જોઈએ નહીં. કોર્ટે આ વિશે તમિલનાડુ સરકારને (Tamilnadu Govt)નિયમ-કાયદા બનાવવા માટે પણ આદેશ આપ્યો છે.

  આ કેસ મદુરૈનો છે. જ્યાં મદ્રાસ હાઇકોર્ટની (Madras High Court)બેન્ચે એક સરકારી કર્મચારીની અરજી પર સુનાવણી દરમિયાન આ આદેશ આપ્યો છે. અરજી સ્વાસ્થ્ય વિભાગની મહિલા કર્મચારીએ લગાવી હતી. તે ઓફિસમાં કામના સમયે મોબાઇલનો ઉપયોગ કરતી જોવા મળી હતી. આ કારણે વિભાગે તેને નિલંબિત કરી દીધી હતી. જેની સામે મહિલાએ કોર્ટમાં અરજી કરતા માંગણી કરી હતી કે તેનો નિલંબનનો આદેશ રદ કરવાનો વિભાગને આદેશ આપવામાં આવે.

  આ પણ વાંચો - બીજેપી સાંસદોના બાળકોને ટિકિટ ન આપવી પાપ છે, તો હા મેં પાપ કર્યું : પીએમ મોદી

  અરજીની સુનાવણી દરમિયાન જસ્ટિસ એસએમ સુબ્રમણ્યમે (Justice SM Subramaniam) ઘટનાના વિસ્તારમાં જવાથી ઇન્કાર કર્યો હતો. તેમણે કહ્યું કે આજકાલ ઘણી સામાન્ય વાત બની ગઈ છે કે સરકારી કર્મચારી ઓફિસના કામ દરમિયાન અંગત કામ માટે મોબાઇલ ફોનના ઉપયોગ કરે છે. આ સારી પ્રથા નથી. સરકારી કર્મચારીઓને તેની મંજૂરી આપવી જોઈએ નહીં. આ સાથે કોર્ટે અરજી કરનાર મહિલા કર્મચારીને રાહત આપવાની ઇન્કાર કરી દીધો હતો.

  આ પણ વાંચો - કપિલ સિબ્બલનો સોનિયા ગાંધી પર સીધો પ્રહાર, 'ગાંધી પરિવાર હટે, બીજાને નેતાને તક આપે'

  જસ્ટિસ એસએમ સુબ્રમણ્યમે રાજ્ય સરકારને આદેશ આપ્યો કે આ સંબંધમાં ચાર સપ્તાહની અંદર નિયમ-કાયદા તૈયાર કરો. આ પછી કોર્ટ સામે તેનો વિસ્સૃત રિપોર્ટ રજુ કરો. કેસની આગામી સુનાવણી આ પછી કરવામાં આવશે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Madras high court, Mobile phone, Tamilnadu

  આગામી સમાચાર