હાઇકોર્ટે માનવતાનાં ધોરણે એઇડ્સનાં દર્દીની સજા માફ કરી

પ્રતિકાત્મક તસવીર

પિટીશરે દલીલ કરી હતી કે, તે પોતે જિંદગીનાં છેલ્લા દિવસો વિતાવી રહ્યો છે અને કોર્ટે તેની આ દલીલને ગ્રાહ્ય રાખી હતી.

 • Share this:
  ચેન્નઇ: મદ્રાસ હાઇકોર્ટે માનવતાનું ધોરણ અપનાવું એઇડ્સનાં દર્દીને કરવામાં આવેલી એક મહિનાની સજા માફ કરી છે. નાણાકીય ઉચાપતનાં 30 વર્ષ જૂના એક કેસમાં તેને એક મહિનાની સજા સંભળાવવામાં આવી હતી.

  હાઇકોર્ટનાં ન્યાયાધીશ એમ.વી. મુરલીધરને સજા પામેલા વ્યક્તિની રિવ્યુ પિટીશન ગ્રાહ્ય રાખી હતી

  જો કે, ન્યાયાધીશે સજા પામેલા વ્યક્તિને કરવામાં આવેલા દંડની રકમ વધારી હતા અને રૂપિયા 500થી વધારીને 5000 રૂપિયા કરી હતી.

  મદ્રાસ હાઇકોર્ટે તેના ઓર્ડરમાં નોંધ્યુ કે, એક મહિનાની સજાની જોગવાઇને ફરીથી વિચારવી જોઇએ. કેમ કે, જે વ્યક્તિને સજા થઇ છે તેનાં દર્દને પણ જોવું જોઇએ અને માનવતાનું ધોરણ અપનાવવું જોઇએ”.

  આ કેસની વિગત એવી છે કે, પિટીશનરે 1991નાં વર્ષમાં લાખો રૂપિયાની ઉચાપત કરી હતી. તેની સામે પોલીસ ફરિયાદ થઇ હતી અને ટ્રાયલ કોર્ટે 2010 અને 2013માં એક વર્ષની સજા ફટકારી હતી. આ સજાને પિટીશનરે ઉપલી અદાલતમાં પડકારી હતી.

  પિટીશરે દલીલ કરી હતી કે, તે પોતે જિંદગીનાં છેલ્લા દિવસો વિતાવી રહ્યો છે અને કોર્ટે તેની આ દલીલને ગ્રાહ્ય રાખી હતી. કોર્ટે નોંધ્યુ કે, જો તેને ફટકારવામાં આવેલી એક મહિનાની સજા અતંર્ગત જેલમાં મોકલવામાં આવશે તો તેની તબિયત વધારે ખરાબ થશે.
  Published by:Vijaysinh Parmar
  First published: