હાઈવે ભ્રષ્ટાચાર મામલો: મદ્રાસ હાઈકોર્ટે CM પલાનીસ્વામી વિરુદ્ધ CBI તપાસનો આપ્યો આદેશ

ડીએમકેએ કહ્યું હતું કે, તેણે આ વર્ષે જૂન મહિનામાં ડીવીએસીને ફરિયાદ કરી હતી, કે પલાનિસ્વામીના સંબંધીઓને કરોડોના સરકારી રાજમાર્ગ(હાઈવે)નો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો

ડીએમકેએ કહ્યું હતું કે, તેણે આ વર્ષે જૂન મહિનામાં ડીવીએસીને ફરિયાદ કરી હતી, કે પલાનિસ્વામીના સંબંધીઓને કરોડોના સરકારી રાજમાર્ગ(હાઈવે)નો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો

 • Share this:
  મદ્રાસ હાઈકોર્ટે શુક્રવારે તામિલનાડુના મુખ્યમંત્રી એડાપ્પડીના પલાનીસ્વામી પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપમાં સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. કોર્ટે આ આદેશ ડીએમકીની અરજી જેમાં રાજ્યના હાઈવે નિર્માણમાં થયેલા ભ્રષ્ટાચારના મામલે એફઆઈઆર નોંધવાની માંગ કરવામા આવી હતી.

  હાઈકોર્ટે સીબીઆઈને ત્રણ મહિનામાં પ્રારંભિક રિપોર્ટ દાખલ કરવા માટે કહ્યું છે. સતર્કતા નિર્દેશાલય અને ભ્રષ્ટાચાર વિરોધી વિંગને આ મામલા સાથે જોડાયેલી તમામ ડિટેલ્સ એક અઠવાડીયામાં સેર કરવાનું પણ કહેવામાં આવ્યું છે.

  ડીવીએસીએ 9 ઓક્ટોબરે હાઈકોર્ટમાં એક રિપોર્ટ જમા કર્યો હતો, જેમાં હતું કે, આની પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે, મુખ્યમંત્રી વિરુદ્ધ કોઈ સંજ્ઞેય અપરાધ નથી કરવામાં આવ્યો.

  પોતાની અરજીમાં, ડીએમકેએ કહ્યું હતું કે, તેણે આ વર્ષે જૂન મહિનામાં ડીવીએસીને ફરિયાદ કરી હતી, કે પલાનિસ્વામીના સંબંધીઓને કરોડોના સરકારી રાજમાર્ગ(હાઈવે)નો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, પરંતુ તપાસ શરૂ ન થઈ હતી.
  Published by:kiran mehta
  First published: