લોકસભા ચૂંટણી 2019ને લઈ ચાલી રહેલી મતગણતરીમાં જ મધ્ય પ્રદેશના સિહોર જીલ્લામાં કોંગ્રેસ કમિટીના જીલ્લા અધ્યક્ષ રતન સિંહ ઠાકુરનું હાર્ટ એટેકથી મોત થયું છે. તેમને જીલ્લા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા પરંતુ ત્યાં સુધીમાં તો તેમનું મોત થઈ ચુક્યું હતું.
આ મામલો સિહોર જીલ્લાનો છે, જ્યાં મતગણતરી કેન્દ્ર પર જ કોંગ્રેસના જીલ્લા અધ્યક્ષ રતન સિંહ ઠાકુર હાજર હતા. અચાનક તેમની તબીયત બગડી. ત્યારબાદ ત્યાં આસપાસ હાજર લોકોએ તેમને હોસ્પિટલ લઈ જવાની કોશિસ કરી. પરંતુ ત્યાં સુધીમાં તેમનું મોત થઈ ગયું.
કોંગ્રેસ કાર્યકરે જણાવ્યું કે, તેમને પહેલા જીલ્લા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, ત્યારબાદ ભોપાલની ચિરાયુ હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યા પરંતુ તેમનું મોત થઈ ગયું હતું. મોત પાછળનું કારણ હાર્ટ એટેક બતાવવામાં આવી રહ્યું છે. આ સમાચાર બાજ જીલ્લા કોંગ્રેસમાં શોકની લહેર છવાઈ ગઈ છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર