Home /News /national-international /

રિસાયેલ પત્નીને માનવવા પહોંચેલ યુવકે એવું કર્યું કે, લોકોના હોશ ઉડી ગયા

રિસાયેલ પત્નીને માનવવા પહોંચેલ યુવકે એવું કર્યું કે, લોકોના હોશ ઉડી ગયા

પત્નીને લઈ થયેલ વિવાદ એટલો વધી ગયો કે, વિક્કીએ પોતાની જાત પર પેટ્રોલ નાખી સળગાવી દીધી...

પત્નીને લઈ થયેલ વિવાદ એટલો વધી ગયો કે, વિક્કીએ પોતાની જાત પર પેટ્રોલ નાખી સળગાવી દીધી...

    મધ્યપ્રદેશના મુરૈના જીલ્લામાં એક યુવકે સાસરીમાં જઈ પોતાના શરીર પર પેટ્રોલ નાખી સળગ્યો. યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે ગ્વાલિયર ખસેડવામાં આવ્યો. જાણવા મળી માહિતી પ્રમાણે, યુવક પોતાની પત્ની પીયરમાં રહેતી હોવાથી નારાજ હતો. આ બાબતે વિવાદ બાદ તેણે પોતાની જાતને સળગાવી દીધી.

    એસપી આદિત્યસિંહે જણાવ્યું કે, ગ્વાલિયરનો રહેવાસી વિક્કી સોલંકી મુરૈનાના સિંઘલ વસ્તીમાં પોતાની સાસરીમાં પહોંચ્યો અને પોતાની પત્નીને સાથે લઈ જવાની જીદ કરી રહ્યો હતો. આ મુદ્દે વિક્કિને પોતાના સાળા સાથે વિવાદ તઈ ગયો. વિક્કીનો આરોપ હતો કે, તેની પત્નીને સાસરીયા જબરદસ્તી રોકી રાખી રહ્યા છે.

    પત્નીને લઈ થયેલ વિવાદ એટલો વધી ગયો કે, વિક્કીએ પોતાની જાત પર પેટ્રોલ નાખી સળગાવી દીધી. વિક્કીને પહેલા તૂરંત નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ તેની હાલત ગંભીર જણાતા તેને ગ્વાલિયર ખસેડવામાં આવ્યો હતો.
    Published by:kiran mehta
    First published:

    Tags: Fight, Immolate, Laws, Madhya pradesh, Morena, Self, Wife, Youth

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन