MPમાં ગમખ્વાર દુર્ઘટના, ટ્રકે બે રિક્ષાને મારી ટક્કર, 10ના મોત

News18 Gujarati
Updated: April 7, 2018, 1:07 PM IST
MPમાં ગમખ્વાર દુર્ઘટના, ટ્રકે બે રિક્ષાને મારી ટક્કર, 10ના મોત

  • Share this:
મધ્યપ્રદેશના કટની જિલ્લામાં નેશનલ હાઈવે - 78 પર એક ટ્રકે બે રિક્ષાને ટક્કર મારી દીધી, જેમાં 10 લોકોના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. ઘટનાની પોલીસને જાણ થતાં જ પોલીસ સહિત આરોગ્ય વિભાગ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ ઘટના કટની જિલ્લાના ઉમરિયા માર્ગ નેશનલ હાઈવે - 78 પર સર્જાઈ, જણાવવામાં આવી રહ્યું છે કે, ટ્રેક કટનીથી ઉમરિયા જઈ રહી હતી, જ્યારે બંને રિક્ષા ઉમરિયાથી કટની તરફ થઈ રહી હતી. મઝગંવા ગામ પાસે ફૂલ ઝડપે જઈ રહેલ ટ્રક ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દીધો અને સામે આવી રહેલ ઓટો રિક્ષાને ટક્કર મારી દીધી. ટક્કર એટલી જબરદસ્ત હતી કે, નવ લોકોના તો ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા અને એકનું હોસ્પિટલ લઈ જતા સમયે મોત નિપજ્યું.

મળતી માહિતી મુજબ, ટ્રક દ્વારા ટક્કર લાગતા જ ઓટો રિક્ષા કેટલાએ ફૂટ દૂર જઈ ફંગોળાઈ હતી અને તેમાં સવાર લોકો દૂર જઈ પડ્યા. આસપાસના જઈ રહેલા લોકોએ ઓટોમાં ફંસાયેલા લોકોને બહાર નિકાળી ઘટનાની પોલીસને જાણ કરી. કટનીના કલેક્ટર વીએસ ચૌધરીએ 10 લોકોના મોતની પુષ્ટી કરી છે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે દુર્ઘટનામાં મૃત્યુપામેલ લોકો પ્રતિ શ્રદ્ધાંજલિ પ્રગટ કરી અને મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને એક-એક લાખે રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી, જ્યારે ઘાયલો માટે 10-10 હજારની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.
First published: April 7, 2018, 1:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading