કોણ છે ધ્રુવ અરોરા, જેણે JEE મેન્સમાં Top કર્યું

JEEમાં આ વખતે 15 વિદ્યાર્થીઓ ટોપ પોઝિશન પર છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સિએ જે લીસ્ટ જાહેર કર્યું છે, તેમાં ધ્રુવનું નામ સૌથી ઉપર છે.

News18 Gujarati
Updated: January 19, 2019, 11:09 PM IST
કોણ છે ધ્રુવ અરોરા, જેણે JEE મેન્સમાં Top કર્યું
JEE ટોપર ધ્રુવ અરોરા
News18 Gujarati
Updated: January 19, 2019, 11:09 PM IST
મધ્ય પ્રદેશના વિદ્યાર્થી ધ્રુવ અરોરાએ આ વખતે જોઈન્ટ એન્જિનિયરિંગ પરિક્ષા JEE મેન્સમાં ટોપ કર્યું છે. તે ઈન્દોરનો રહેવાસી છે. ધ્રુવે પરીક્ષામાં 100 ટકા માર્ક્સ મેળવ્યા છે. મુખ્યમંત્રી કમલનાથ અને માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરી ધ્રુવને શુભકામના પાઠવી છે.

ધ્રુવ પોતાની સફળતા પર ખુશ છે. તે કહે છે કે, ખુબ મહેનતના કારણે તેને સફળતા મળી છે. પરિવારનો સહયોગ અને ટીચર્સના માર્ગદર્શનથી તે આગળ વધ્યો. ધ્રુવે ન્યૂઝ 18ને કહ્યું કે, જો ખુબ મહેનત કરવામાં આવે તો સફળતા જરૂર મળે છે. પરંતુ મહેનત પોતે જ કરવી પડે છે. કોઈના કહેવાથી મહેનત કરી શકાતી નથી. તેની પ્રેરણા પોતાને જ મળવી જોઈએ.

ધ્રુવની ઈચ્છા રિસર્ચ ક્ષેત્રમાં આગળ વધવાની છે. ધ્રુવને માં નથી અને પિતા ફાર્માસ્યૂટિકલ કંપનીમાં ઓફિસર છે.

JEEમાં આ વખતે 15 વિદ્યાર્થીઓ ટોપ પોઝિશન પર છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સિએ જે લીસ્ટ જાહેર કર્યું છે, તેમાં ધ્રુવનું નામ સૌથી ઉપર છે. પરીક્ષા માટે આ વખતે 9, 29, 198 ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમાંથી 8, 74, 469 ઉમેદવારો પરીક્ષામાં સામેલ થયા હતા.

છત્તીસગઢમાં ઋષભ ભટનાગરે ટોપ કર્યું છે. તેણે 99.9727580 ટકા મેળવ્યા છે. JEE મેન્સનું પરિણામ તેની વેબસાઈટ પર જોઈ શકાય છે. પરિણામ jeemain.nic.in. પર પણ જોઈ શકાય છે. પરિણામ nta.ac.in પર પણ ચેક કરી શકો છો.
First published: January 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...