કોંગ્રેસ VS બીજેપીઃ MPમાં વંદે માતરમ્ પર પ્રતિબંધ! ગુજરાતમાં 'જય હિન્દ'નો ઉદ્ઘોષ

News18 Gujarati
Updated: January 1, 2019, 3:49 PM IST
કોંગ્રેસ VS બીજેપીઃ MPમાં વંદે માતરમ્ પર પ્રતિબંધ! ગુજરાતમાં 'જય હિન્દ'નો ઉદ્ઘોષ
તસવીરઃ કમલનાથ, હાજરી વખતે જય ભારત; બોલતા ગુજરાતના વિદ્યાર્થીઓ

સૂર્યનમસ્કારને દુનિયા અપનાવી રહી છે. આ યોગ છે. તેના પર પાબંધી લગાવી રહ્યા છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતીઃ ભારતીય જનતા પાર્ટીએ હાલમાં જ મધ્યપ્રદેશમાં બનેલી કોંગ્રેસ સરકાર પર આરોપ લગાવ્યો છે. ભાજપા તરફથી કહેવામાં આવ્યું છે કે, કમલનાથ સરકારના રાજમાં સરકારી કર્મચારીઓને વંદે માતરમ્ ગાવા પર રોક લગાવી દેવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે, પહેલા કામકાજના દિવસોમાં ભોપાલ સ્થિત મંત્રાલયમાં દર મહિનાની પ્રથમ તારીકે ગવાતું વંદે માતરમ્ આજે પહેલી જાન્યુઆરીએ ગવાયું ન હતું. બીજી તરફ ગુજરાતમાં ભાજપની સરકારે સ્કૂલોમાં હાજરી વખતે 'જય ભારત' કે 'જય હિન્દ' બોલવું ફરજિયાત કર્યું છે!

ભાજપા સરકારમાં મંત્રી રહેલા ઉમા શંકર ગુપ્તાએ કહ્યું કે, જે વંદે માતરમને લઈ આઝાદીની લડાઈ લડવામાં આવી હતી, તેને કોંગ્રેસ અવગણી રહી છે, આના પરથી તેની માનસિકતા મસજી લો. કામતાનાથ જીના દર્શન કરવાથી લઈ જનેઉ પહેરી જનતા સામે દેખાડો કરવાની પ્રવૃત્તિ સ્પષ્ટ થઈ રહી છે. સૂર્યનમસ્કારને દુનિયા અપનાવી રહી છે. આ યોગ છે. તેના પર પાબંધી લગાવી રહ્યા છે. મકારાત્મક ભાવનાઓથી રાજનૈતિક વિદ્વેષની શરૂઆત કરી કોંગ્રેસ પોતાના પગ પર જ કુલ્હાડી મારી રહી છે.

જોકે, ભાજપા દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર રાજ્ય સરકારનું કહેવું છે કે, વંદે માતરમ પર પાબંધી લગાવવાનો કોઈ આદેશ આપવામાં આવ્યો નથી.

તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ સરકારે કર્મચારીઓ દ્વારા વંદેમાતરમ ગાવા પર રોક લગાવી દીધી છે. કમલનાથ સરકારે નિર્ણય લીધો છે કે, રાજ્ય સચિવાલય બહાર દર મહિનાની પહેલી કામકાજની તારીખે વંદે માતરમ હવે નહી ગાવામાં આવે. કર્મચારીઓને કહેવામાં આવ્યું કે, તે લોકો જનતાના કામકાજમાં ધ્યાન આપે. કમલનાથના આ નિર્ણય પર ભાજપાએ નિશાન સાધ્યું છે.
First published: January 1, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading