પ્રેમી સાથે વાંધાજનક સ્થિતિમાં મળી સગીર દીકરી, પિતાએ યુવકની કરી હત્યા

News18 Gujarati
Updated: November 3, 2019, 10:28 AM IST
પ્રેમી સાથે વાંધાજનક સ્થિતિમાં મળી સગીર દીકરી, પિતાએ યુવકની કરી હત્યા
હત્યા બાદ આરોપી ફરાર થઈ ગયો છે જેની શોધખોળ કરવામાં આવી રહી છે. (પ્રતીકાત્મક તસવીર)

પોતાના જ ઘરમાં દીકરીને પ્રેમી સાથે જોતાં પિતા ગુસ્સે ભરાયો, યુવકની ગળું દબાવી કરી હત્યા

  • Share this:
મનોજ ઓઝા, મહોબા : મધ્ય પ્રદેશના મહોબામાં પ્રેમ-પ્રસંગ અને ગેરકાયદેસર સંબંધોને કારણે 27 વર્ષીય યુવકની હત્યા (Murder)નો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ (Police)એ શબને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હત્યાનો આરોપ પ્રેમિકાના પરિજન પર છે. હાલ પોલીસ આરોપીઓની શોધખોળમાં દરોડા પાડી રહી છે.

મળતી જાણકારી મુજબ, કુલપહાડ પોલીસ સ્ટેશનના સેનાપતિ મહેલની પાસે રહેતાં રવિન્દ્ર અનુરાગીનો પડોસની એક સગીરા સાથે પ્રેમ સંબંધ હતો. બંને પરિવારો સાથે ખૂબ સારા સંબંધો હત, તેથી કોઈએ રવિન્દ્ર પર શક નહોતો કર્યો. તે કોઈ રોક-ટોક વગર પ્રેમિકાના ઘરે આવતો-જતો હતો. છેલ્લા થોડાક દિવસોથી બંને પરિવારો વચ્ચે નિકટતા વધુ ગઈ હતી.

શનિવાર રાત્રે રવિન્દ્રને પ્રેમિકાના પિતાએ તેની સાથે વાંધાજનક સ્થિતિમાં જોઈ લીધી. ત્યારબાદ બંને વચ્ચે ઝઘડો થયો. યુવતીના પિતાએ રવિન્દ્ર પર લાઠી ડંડાથી જોરદાર હુમલો કર્યો બાદમાં તેનું બેલ્ટથી ગળું દબાવીને હત્યા કરી દીધી.

પોલીસે જણાવ્યું કે, રવિન્દ્રને દીકરીની સાથે પોતાના જ ઘરમાં વાંધાજનક સ્થિતિમાં જોતાં આરોપી ગુસ્સે ભરાઈ ગયો અને તેની હત્યા કરી દીધી. મામલાને ગંભીરતાથી લેતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને શબનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે. સાથોસાથ આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો,

સગીરા સાથે દુષ્કર્મ બાદ કોર્ટે કહ્યું- યુવતી 'બેભાન' હતી તો રેપ ના કહેવાય!જેણે એડલ્ટરી પર બનાવડાવ્યો સખત કાયદો, તેને જ એ ગુના હેઠળ મળી કોડાની સજા
First published: November 3, 2019, 10:23 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading