બૈતુલ : મધ્ય પ્રદેશના (madhya pradesh)બૈતુલમાં શુક્રવારે એક રુંવાટા ઉભા કરે તેવો અકસ્માતનો વીડિયો (accident video)સામે આવ્યો છે. જ્યાં એક યુવકની બાઇક સ્લીપ ખાઇને પડી જતા પાછળથી આવી રહેલા મિની ટ્રકના પૈડા તેના ઉપર ફરી વળ્યા હતા. લગભગ 5 સેકન્ડમાં યુવકનું મોત થયું હતું. ઘટનાના કારણે હડકંપ મચી ગયો હતો. દુર્ઘટનાનો વીડિયો સામે આવતા જ વાયરલ ( viral video)થયો છે.
બૈતુલ ગંજ પોલીસના (Police)મતે મૃતક 19 વર્ષનો હતો. તેની ઓળખ બસંત પાઠા તરીકે થઇ છે. તે રાઠીપુરનો રહેવાસી છે. જાણકારી પ્રમાણે પ્રશાંત રોજ સવારે આર્મી ભરતી ટ્રેનિંગ સેન્ટરમાં જતો હતો. શુક્રવારે પણ તે ટ્રેનિંગ સેન્ટરથી પોતાના ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન હમલાપુરમાં બૈતુલ-આમલા રોડ પાસે પેટ્રોલ પંપની સામે બાઇક સ્લીપ ખાઇ ગયું અને તે પડી ગયો હતો. તેની પાછળ તેજ ગતિમાં મિની ટ્રક આવી રહ્યો હતો મિની ટ્રકના પૈડા તેના માથા પર ફરી વળ્યા હતા. જેથી ઘટનાસ્થળે જ યુવકનું મોત થયું હતું.
પોલીસનું કહેવું છે કે મિની ટ્રક (MP-48G-2285) કેળા લઇને આમલા તરફ જઈ રહ્યો હતો. દુર્ઘટના થતા જ લોકો યુવકને જિલ્લા હોસ્પિટલ લઇ ગયા હતા. જોકે તે ઘટનાસ્થળે જ મૃત થઇ ગયો હતો. પોલીસે જણાવ્યું કે મિની ટ્રક શેખ મોહમ્મદ અલી ચલાવી રહ્યો હતો. જેની ધરપકડ કરવામાં આવી છે.
बैतूल में शुक्रवार को खतरनाक सड़क हादसे का वीडियो सामने आया. बताया जा रहा है मृतक आर्मी की तैयारी कर रहा था. हादसा कुछ यूं हुआ कि युवक ने टर्न लिया और उसकी बाइक फिसल गई. वह अन्कंट्रोल्ड हो गया और गिर पड़ा. मिनी ट्रक उसके सिर से गुजर गया. 4 सेकेंड में युवक की सांसें थम गईं. pic.twitter.com/dul7dHEswR
બતાવવામાં આવી રહ્યું છે કે પ્રશાંત દુર્ઘટના પહેલા પેટ્રોલ ભરાવી રહ્યો હતો. તેણ બાઇક વાળ્યું પણ તેજ ગતિથી આવી રહેલા ટ્રકને જોયો ન હતો. તેનું બાઇક ટ્રક સામે જ લપસી ગયું હતું.
અન્ય એક અકસ્માતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયોના સીસીટીવી ફૂટેજ છે, જે મધ્ય પ્રદેશના આગર-માલવા જિલ્લામાં રેકોર્ડ થયા છે. અહીં એક કાર 10 ફૂટ હવામાં ઉછળી હતી. કારમાં ફક્ત હવામાં જ ઉછળી ન હતી તે રસ્તાના કિનારે રહેલા ઝાડીઓમાં ફેંકાઇ હતી. સામાન્ય રીતે આટલા ભયંકર દુર્ઘટના પછી ડ્રાઇવરના બચવાની આશા ઓછી રહેતી હોય છે. જો ડ્રાઇવરનો જીવ બચી જાય તો પણ તેને ગંભીર ઇજા પહોંચે છે. જોકે આગર-માલવ હાઇવે પાસે જે દુર્ઘટના બની તેને જોઈને બધા ચકિત છે. 10 ફૂટ સુધી કાર હવામાં ઉડીને પડી હોવા છતા ડ્રાઇવરને સહેજ પણ ઇજા પહોંચી ન હતી. જેણે પણ આ દુર્ઘટનાને જોઈ તેણે બસ એ જ કહ્યું કે આ ભગવાનનો ચમત્કાર જ છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર