Video: ધ્વજવંદન દરમિયાન બે કોંગ્રેસી નેતા બાખડ્યા, એક-બીજાને મારી થપ્પડ

News18 Gujarati
Updated: January 26, 2020, 1:45 PM IST
Video: ધ્વજવંદન દરમિયાન બે કોંગ્રેસી નેતા બાખડ્યા, એક-બીજાને મારી થપ્પડ
પ્રજાસત્તાક દિવસની ઉજવણી સમયે જ બે નેતાઓ બાખડી પડ્યા, પોલીસે માંડ થાળે પાડ્યો મામલો

પ્રજાસત્તાક દિવસની ઉજવણી સમયે જ બે નેતાઓ બાખડી પડ્યા, પોલીસે માંડ થાળે પાડ્યો મામલો

  • Share this:
ઈન્દોર : મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના ઈન્દોર (Indore)માં કૉંગ્રેસ (Congress) પાર્ટીની ઓફિસ ગાંધી ભવનમાં તે સમયે અસહજ સ્થિતિ ઊભી થઈ જ્યારે પાર્ટીના જ બે નેતા એકબીજાની સામસામે આવી ગયા. આ ઘટના ત્યારે બની જ્યારે ઈન્દોરની પાર્ટી ઓફિસ પર ગણતંત્ર દિવસને ધ્યાને રાખી મુખ્યમંત્રી કમલનાથના હસ્તે ધ્વજવંદન થવાનું હતું. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.  ઈન્દોર : મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના ઈન્દોર (Indore)માં કૉંગ્રેસ (Congress) પાર્ટીની ઓફિસ ગાંધી ભવનમાં તે સમયે અસહજ સ્થિતિ ઊભી થઈ જ્યારે પાર્ટીના જ બે નેતા એકબીજાની સામસામે આવી ગયા. આ ઘટના ત્યારે બની જ્યારે ઈન્દોરની પાર્ટી ઓફિસ પર ગણતંત્ર દિવસને ધ્યાને રાખી મુખ્યમંત્રી કમલનાથના હસ્તે ધ્વજવંદન થવાનું હતું. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ, કૉંગ્રેસ નેતા દેવેન્દ્રસિંહ યાદવ અને ચંદુ કુંજીર સામસામે આવી ગયા. વીડિયોમાં જોઈ શકાય છે કે ચંદુ કુંજીએ દેવેન્દ્રસિંહ યાદવને લાફો મારી દીધો. ત્યારબાદ મામલો વધુ ઉગ્ર બની ગયો. બાદમાં પોલીસના હસ્તક્ષેપથી બંને શાંત પડ્યા.

પોલીસે મામલો થાળે પાડ્યો

નોંધનીય છે કે, જ્યાં આ ઘટના બની ત્યાં રાજ્યના મુખ્યમંત્રી કમલનાથ ધ્વજવંદન કરવાના હતા. તે આ કાર્યક્રમ માટે શનિવાર સાંજે જ ઈન્દોર પહોંચી ગયા હતા. મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી પહોંચતા કુંજીર 10થી 15 લોકોને લઈને મંચ પર જવા લાગ્યા. યાદવે તેમને એવું કરતાં રોકતાં વિવાદ વધી ગયો. કૉંગ્રેસ નેતાઓ અને પોલીસના હસ્તક્ષેપથી મામલો શાંત પડ્યો.

પોલીસે કુંજીર અને તેમના સાથીઓને દોરડાથી બનેલા બેરિકેટ્સની બહાર મોકલ્યા. બીજી તરફ યાદવ પર નિયંત્રણ કર્યું. ત્યારબાદ મુખ્યમંત્રી કમલનાથ પણ ધ્વજારોહણ કરી ચાલ્યા ગયા.

આ પણ વાંચો, ગણતંત્ર દિવસ પર પીએમ મોદીએ શરૂ કરી નવી પરંપરા, પહેલીવાર રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર શહીદોને આપી શ્રદ્ધાંજલિ
First published: January 26, 2020
વધુ વાંચો
अगली ख़बर