મનોજ રાઠોડ, ભોપાલ: પત્ની સાથે મારપીટનો વીડિયો વાયરલ (Viral Video) થયા બાદ ડીજી (DG) કક્ષાના ઉચ્ચ અધિકારી પુરુષોત્તમ શર્મા (Purshottam Sharma)ને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. તેમની ગૃહ વિભાગ (Home Ministry)માં પણ બદલી કરવામાં આવી છે. સોમવારે મધ્ય પ્રદેશ ગૃહ વિભાગ તરફથી આ મામલે આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. સ્પેશિયલ ડીજી પુરુષોત્તમ શર્માએ ન્યૂઝ18 સાથેની વાતચીતમાં પત્ની સાથેની મારપીટનો વીડિયો યોગ્ય ગણાવ્યો હતો. પુરુષોત્તમ શર્માએ જણાવ્યું કે મેં કોઈ ગુનો નથી કર્યો. આ મારી અને મારી પત્ની વચ્ચેનો પારિવારિક મામલો છે. જો તેણી મારાથી આટલી જ નારાજ હોય તો મારી સાથે કેમ રહેતી હતી?
ડીજી શર્માએ કહ્યુ કે, મારી પત્ની મારા પૈસા શા માટે વાપરે છે? મારા પૈસાથી વિદેશ યાત્રા કેમ કરે છે? આ મારા પરિવારનો મામલો છે. આને હું જ સુલટાવી લઈશ. હું મારી પત્ની સાથે સતત સંપર્કમાં છું. હું સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યો છું કે આ મામલો સુલટી જાય. આ આત્મરક્ષણ માટે નાનો ઝઘડો છે. મેં કોઈ મારપીટ નથી કરી. ફક્ત ધક્કા-મુક્કી થઈ હતી બીજું કંઈ નહી.
વીડિયો વાયરલ
પુરુષોત્તમ શર્માએ વાયરલ વીડિયો અંગે કહ્યું છે કે, મારી પત્ની અને મારી દીકરો જ આ વિશે કંઈ કહી શકશે કે તેમણે વીડિયો શા માટે વાયરલ કર્યો છે. મારી પત્નીએ આખા ઘરમાં સીસીટીવી કેમેરા લગાવી રાખ્યા છે. હું જ્યાં પણ જાઉં છું મારો પીછો કરે છે. મારી પાછળ પાછળ ફરે છે. હું ખૂબ પરેશાન છું. 2008માં પણ તેણીએ મારપીટની ફરિયાદ કરી હતી. આજે 12 વર્ષ પછી મને ખબર નથી કે તેણીને શું તકલીફ થઈ છે. જો તેણી મારાથી આટલી દુઃખી હતી તો મારી સાથે કેમ રહેતી હતી? આ મારા માટે દુર્ભાગ્યપૂર્ણ વાત છે. આ મામલે સ્પેશિયલ ડીજી પુરુષોત્તમ શર્માની પત્નીએ વાતચીતની ઇન્કાર કરી દીધો હતો. તેણી અલકાપુરી બંગલો ખાતે હાજર છે.
આ મામલે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે પુરુષોત્તમ શર્માને કાર્યમુક્ત કરી દેવામાં આવ્યા છે. જવાબદાર પદ પર બેઠેલી વ્યક્તિ જો કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ કરે છે અને કાયદાને પોતાના હાથમાં લેવાનો પ્રયાસ કરે છે તો વ્યક્તિ કોઈ પણ હોય, તેના વિરુદ્ધ કાર્યવાહી થશે.
Published by:Vinod Zankhaliya
First published:September 28, 2020, 17:53 pm