મધ્ય પ્રદેશમાં બે માલગાડી વચ્ચે ભીષણ ટક્કર, લોકો ડ્રાઇવર સહિત 3 લોકોનાં મોત

News18 Gujarati
Updated: March 1, 2020, 2:12 PM IST
મધ્ય પ્રદેશમાં બે માલગાડી વચ્ચે ભીષણ ટક્કર, લોકો ડ્રાઇવર સહિત 3 લોકોનાં મોત
બે માલગાડીઓ વચ્ચે ટક્કર થતાં લોકો ડ્રાઇવર, આસિસ્ટન્ટ લોકો ડ્રાઇવર તથા એક પોઇન્ટ્સમેનનું મોત થયું

બે માલગાડીઓ વચ્ચે ટક્કર થતાં લોકો ડ્રાઇવર, આસિસ્ટન્ટ લોકો ડ્રાઇવર તથા એક પોઇન્ટ્સમેનનું મોત થયું

  • Share this:
સિંગોરૌલી : મધ્ય પ્રદેશના સિંગરૌલી જિલ્લામાં કાલસો લઈ જતી બે માલગાડીઓ વચ્ચે ભીષણ ટક્કર થઈ છે. આ દુર્ઘટનામાં ત્રણ લોકોનાં મોત થયા છે જ્યારે માલગાડીની અનેક બોગીઓ પાટા પરથી ઉતરી ગઈ છે. મળતી જાણકારી મુજબ, આ ટક્કરમાં ટ્રેનના એન્જિન ખૂબ જ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને દુર્ઘટનાની તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે તપાસ બાદ જ દુર્ઘટનાના કારણો વિશે જાણવા મળશે. દુર્ઘટના વહેલી પરોઢે સાડા ચાર વાગ્યે બની. મળતી જાણકારી મુજબ, દુર્ઘટનાગ્રસ્ત ટ્રેન રિહંદ સ્થિત NTPCની હોવાનું કહેવાય છે. નોંધનીય છે કે પ્લાન્ટમાં કોલસો લઈ જવા માટે આ ટ્રેનોનો ઉપયોગ કરવામાં આવે છે.

દુર્ઘટના પર રેલવેએ આપ્યું સ્પષ્ટીકરણ

સિંગરૌલીમાં બે માલવાહક ટ્રેનોની વચ્ચે ટક્કર બાદ ભારતીય રેલવેએ નિવેદન જાહેર કર્યું છે. પૂર્વ-મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી રાજેશ કુમારે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે NTPCના સ્વામિત્વવાળી ટ્રેનો દુર્ઘટનાગ્રસ્ત થઈ છે. તેઓએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં લોકો ડ્રાઇવર, આસિસ્ટન્ટ લોકો ડ્રાઇવર તથા એક પોઇન્ટ્સ મેનનું મોત થયું છે. રાજેશ કુમારે સ્પષ્ટ કર્યું કે દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો NTPCના કર્મચારી હતા ભારતીય રેલવેના નહીં.NTPCએ શરૂ કરી તપાસ

પૂર્વ-મધ્ય રેલવેના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે દુર્ઘટના બાદ NTPCએ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. તેઓએ સ્પષ્ટ કર્યું કે આ દુર્ઘટના સાથે ભારતીય રેલવેનો કોઈ લેવાદેવા નથી. જોકે, NTPCના આગ્રહ પર ક્રેન સહિત અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.

આ પણ વાંચો, ખુશખબર! હોળી પહેલા ગેસ સિલિન્ડરના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો નવો ભાવ
First published: March 1, 2020, 2:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading