મધ્ય પ્રદેશ કેબિનેટે 'લવ જેહાદ' બિલ પર મારી મહોર, 10 પોઇન્ટમાં સમજો બિલની વિશેષ જોગવાઈ

પ્રતીકાત્મક તસવીર

MP Love Jihad Law: આ બિલને 28 ડિસેમ્બરના રોજ મળનારા વિધાનસભાના સત્રમાં રજૂ કરવામાં આવશે.

 • Share this:
  ભોપાલ: શિવરાજસિંહ ચૌહાણ (Madhya Pradesh government) સરકારે લવ જેહાદ (Anti conversion Bill) વિરુદ્ધ બિલને મંજૂરી આપી દીધી છે. આજે મળેલી બેઠકમાં તમામ મંત્રીઓએ ચર્ચા બાદ તેના પર અંતિમ મહોર મારી હતી. હવે આ બિલને 28 ડિસેમ્બરના રોજ મળનારા વિધાનસભાના સત્રમાં રજૂ કરવામાં આવશે. વિધાનસભામાં પસાર થયા બાદ ધર્મ સ્વાતંત્ર્ય બિલ (The Dharma Swatantrya) ખતમ માની લેવામાં આવશે. તેની જગ્યાએ આ નવો કાયદો અમલમાં આવશે. આ બિલની એક ખાસ વાત એ છે કે સ્વચ્છાએ ધર્મ પરિવર્તન કરનાર વ્યક્તિ અથવા તેનું ધર્મ પરિવર્તન કરાવનાર ધાર્મિક વ્યક્તિએ 60 દિવસ પહેલા કલેક્ટરને આ વાતની જાણ કરવી પડશે.

  લવ જેહાદ કાયદા અંતર્ગત હવે કોઈ વ્યક્તિ લોભ, લાલચ, ધમકી, બળ પ્રયોગ, ઉત્પીડન કે છળ-કપટ કરીને ધર્મ પરિવર્તન અથવા ધર્મ પરિવર્તન માટે દબાણ નહીં કરી શકે. આ પ્રકારના દબાણને ષડયંત્ર માનવામાં આવશે.

  આ પણ વાંચો: IND vs AUS: ભારતીય બોલરોને જાદુ ચાલ્યો, ઑસ્ટ્રેલિયાની ટીમ 195 રનમાં ઑલ આઉટ

  ભરણ-પોષણની જવાબદારી નક્કી કરવામાં આવી

  નવા બિલમાં ધર્મ પરિવર્તનના ગુનામાં પીડિત મહિલા અને તેના બાળકના ભરણ-પોષણની જવાબદારી પણ નક્કી કરવામાં આવી છે. જન્મ લેનાર બાળકને પિતાની સંપત્તિમાં ઉત્તરાધિકારી તરીકે ગણવાના અધિકારને જાળવી રાખવાની જોગવાઈ પણ શામેલ કરવામાં આવી છે. બિલની જોગવાઈ પ્રમાણે ધર્મ પરિવર્તન કરાવનારી સંસ્થા વિરુદ્ધ સજા અને દંડનો જોગવાઈ છે. આવી સંસ્થાઓની નોંધણી રદ કરવાનો અધિકાર મળશે.

  આ પણ વાંચો: બનાસકાંઠા: ડૉકટરે વાહવાહી મેળવવા ઑપરેશનના ફોટો કર્યાં વાયરલ, મહિલાનું 24 કલાકમાં જ મોત

  જાતે ધર્મપરિવર્તન કરનાર વ્યક્તિએ કરવું પડશે આ કામ

  સ્વેચ્છાએ ધર્મ પરિવર્તન કરનાર વ્યક્તિ અથવા તેનું ધર્મ પરિવર્તન કરાવનાર ધાર્મિક વ્યક્તિએ જિલ્લા કલેક્ટરને 60 દિવસ પહેલા સૂચના આપવી પડશે. આવી સૂચના ન આપવામાં આવે તો ત્રણથી પાંચ વર્ષની સજા અને 50 હજાર રૂપિયાના જેલની જોગવાઈ કરવામાં આવી છે.  1. બિલની જોગવાઈમાં સરકારે ફેરફાર કરીને લઘુત્તમ સજા 1 વર્ષ અને મહત્તમ સજા 5 વર્ષ કરી છે. આ ઉપરાંત 25 હજાર રૂપિયાના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે.

  2. મહિલા, સગીર, અનુસૂચિત જાતિ-જનજાતિના ધર્મમાં બદલાવ કરવા પર ઓછામાં ઓછી બે વર્ષ અને વધુમાં વધુ 10 વર્ષની સજા તેમજ 50 હજાર રૂપિયાના દંડનો જોગવાઈ કરવામાં આવી છે.

  3. ધર્મ છૂપાવીને ધર્મ બદલાવવાનો પ્રયાસ કરવા પર ઓછામાં ઓછી ત્રણ વર્ષની સજા અને વધુમાં વધુ 10 વર્ષની સજા તેમજ 50 હજાર રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

  4. સામૂહિક ધર્મ પરિવર્તન માટે દબાણ કરવા પર પાંચથી 10 વર્ષની સજા અને એક લાખ રૂપિયાનો દંડ નક્કી કરવામાં આવ્યો છે.

  5. એક વખતથી વધારે વખત કાયદાનું ઉલ્લંઘન કરવા પર પાંચથી 10 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે.

  6. પૈતૃક ધર્મમાં પરત ફરવા માટે પણ બિલમાં અમુક મુદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધર્મ પરિવર્તનના કેસમાં પૈતૃક જન્મ તેને માનવામાં આવશે જે ધર્મ વ્યક્તિના જન્મ સમયે તેના પિતાનો હોય.

  7. ધર્મ પરિવર્તન કરાવવા સંબંધમાં સંબંધિત વ્યક્તિના માતાપિતા કે ભાઈ-બહેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવી પડશે.

  8. બિલમાં આ ગુનાને બિન-જામીનપાત્ર માનવામાં આવ્યો છે. કેસની સુનાવણી કોર્ટ તરફથી અધિકૃત કરવામાં આવશે.

  9. બિલમાં નિર્દોષ હોવાના પુરાવા આપવા માટે વ્યક્તિ બાધ્ય હોવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

  10. લની જોગવાઈ વિરુદ્ધ લગ્નને Nul એન્ડ Void માનવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ માટે ફેમિલી કોર્ટને અધિકૃત કરવામાં આવી છે.

  Published by:Vinod Zankhaliya
  First published: