Home /News /national-international /ખુશખબર: આફ્રિકાથી વધુ 12 ચિત્તા કૂનો નેશનલ પાર્ક આવશે, તમામ તૈયારી થઈ ગઈ છે પુરી

ખુશખબર: આફ્રિકાથી વધુ 12 ચિત્તા કૂનો નેશનલ પાર્ક આવશે, તમામ તૈયારી થઈ ગઈ છે પુરી

કૂનો નેશનલ પાર્કમાં વધુ 12 ચિત્તા આવશે

મધ્ય પ્રદેશના શ્યોપુરના કૂનો નેશનલ પાર્કમાં નામીબિયાથી 8 ચિત્તા આવ્યા બાદ દક્ષિણ આફ્રિકાથી વધુ 12 ચિત્તા આ ડિસેમ્બર મહિનામાં લાવવાની તૈયારીઓ થઈ રહી છે.

    મધ્ય પ્રદેશના શ્યોપુરના કૂનો નેશનલ પાર્કમાં નામીબિયાથી 8 ચિત્તા આવ્યા બાદ દક્ષિણ આફ્રિકાથી વધુ 12 ચિત્તા આ ડિસેમ્બર મહિનામાં લાવવાની તૈયારીઓ થઈ રહી છે. દક્ષિણી આફ્રિકાના વન અને પર્યાવરણ વિભાગના મંત્રી બારબરા ક્રીસીએ પ્રોજેક્ટ ચિત્તા માટે ભારતની સાથે એમઓયૂને મંજૂરી આપી દીધી છે. પેપર હવે રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાની પાસે છે. જાણકાર બતાવી રહ્યા છે કે, રાષ્ટ્રપતિ ભવનમાંથી આગામી થોડા દિવસોમાં તેની સ્વિકૃતિ મળવાની આશા છે.

    હકીકતમાં, ભારતની ધરતી પર નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી એક સાથે ચિત્તા લઈને વસવાટ કરાવાનો હતો. ચિત્તાની પસંદગીથી લઈને કોરન્ટાઈન કરવા સુધીની તૈયારી નામીબિયાની સાથે દક્ષિણ આફ્રિકામાં પણ તે સમયે જ પુરી કરી લીધી હતી. પણ દક્ષિણ આફ્રિકાથી ચિત્તા લાવવા માટે એમઓયૂ સાઈન થઈ શક્યા નહીં. પરિણામ સ્વરુપે નામીબિયાથી 8 ચિત્તા આવ્યા અને ભારત લાવવા માટે દક્ષિણ આફ્રિકાથી ચિન્હીત કરેલા 12 ચિત્તા કોરન્ટાઈન વાડામાં બંધ છે, જેમણે કોરન્ટાઈન વાડામાં બંધ કર્યાને હવે સાડા ત્રણ મહિનાનો સમય થઈ ગયો છે.

    આ પણ વાંચો: નામિબિયાથી કુનો લાવવામાં આવેલા 2 ચિત્તાઓનો ક્વોરન્ટિન ટાઈમ પૂરો થતાં છૂટા વાડામાં મોકલ્યા, PM મોદીએ આપી જાણકારી

    આ બાજૂ નામીબિયાથી કૂનો નેશનલ પાર્ક લાવવામાં આવેલા તમામ 8 ચિત્તા મોટા વાડામાં શિફ્ટ થઈ ગયા છે, જ્યાં તેઓ શિકાર કરીને સારી લાઈફ જીવી રહ્યા છે. આ જ કારણ છે કે, ફરી એક વાર દક્ષિણ આફ્રિકાથી ચિત્તા લાવવાની પ્રક્રિયા ઝડપી બની ગઈ છે.

    દક્ષિણ આફ્રિકાની નજર પણ નામીબિયા ચિત્તાથી સર્વાઈવ ક્ષમતાને જોયા બાદ સકારાત્મક થયું છે અને હાલમાં જ દક્ષિણ આફ્રિકાના વાનિકી અને પર્યાવરણ વિભાગના મંત્રી બારબરા ક્રીસીએ પ્રોજેક્ટ ચિત્તા માટે ભારત સાથે એમઓયૂને મંજૂરી આપી દીધી છે. હવે ખાલી રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થવાના બાકી છે.

    એક્સપર્ટ્સનું કહેવું છે કે, રાષ્ટ્રપતિની સાઈન થયા બાદ ચીતાને ભારત લાવવામાં 7 દિવસથી વધારેનો સમય નહીં લાગે. આવું એટલા માટે કેમ કે બાકીની તમામ તૈયારીઓ તો પુરી થઈ ચુકી છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Madhya pradesh

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन