VIDEO: આ ખેડૂતે પોતાના બગીચાને બનાવ્યો છે ઔષધીય ખજાનો, બીમારી લઈ લોકો આવે છે દોડતા
મધ્ય પ્રદેશના આ ખેડૂતે એવી ખેતી કરી કે લોકો દોડતા આવે છે તેમની પાસે
રામલોટને પોતાના સમગ્ર જીવન આ ઔષધીય છોડને એકઠા કરવામાં લગાવી દીધું અને આજે પણ તેઓ છોડ એકઠા કરવામાં લાગેલા છે. રામલોટન કેટલાય પ્રકારની શાકભાજી બગીચામાં ઉગાડે છે, જે ખૂબ જ ખાસ હોય છે.
સતના: મધ્ય પ્રદેશના સતના જિલ્લા હેડક્વાર્ટરથી ફક્ત 35 કિમી દૂર અતર્વેદિયા ગ્રામ નિવાસી 66 વર્ષિય ખેડૂત રામલોટન કુશવાહાએ પોતાના ઘરના બગીચામાં 250 પ્રકારથી વધારે ઔષધીય છોડ લગાવી રાખ્યા છે. આ છોડથી તે આયુર્વેદિક દવાઓ બનાવે છે અને લોકોની સારવાર કરતા હોવાનો દાવો કરે છે. લોકો તેમને સમગ્ર વિસ્તારમાં વૈદ્યના નામથી ઓળખે છે.
રામલોટને પોતાના સમગ્ર જીવન આ ઔષધીય છોડને એકઠા કરવામાં લગાવી દીધું અને આજે પણ તેઓ છોડ એકઠા કરવામાં લાગેલા છે. રામલોટન કેટલાય પ્રકારની શાકભાજી બગીચામાં ઉગાડે છે, જે ખૂબ જ ખાસ હોય છે. રામલોટને જણાવ્યું કે, તેમના પિતા કતબુરા કુશવાહા એક વૈદ્ય હતા અને ગામમાં લોકોની સારવાર કરતા હતા. જ્યારે રામલોટન 14 વર્ષના હતા, ત્યાં તેમના માથેથી પિતાનો છાયો હટી ગયો. ઔષધીય જ્ઞાન તેમને તેમના પિતા તરફથી મળ્યું હતું. " isDesktop="true" id="1358584" >
બીમારીઓની સારવાર કરતા હોવાનો દાવો
કહેવાય છે કે, પિતા પાસેથી મળેલી પ્રેરણાથી તેઓ નાનપણથી જ ઔષધીય છોડને ભેગા કરી રહ્યા છે. જે બાદ આ છોડની ઔષધીથી તેમણે ધીમે ધીમે લોકોની સારવાર કરવાનં શરુ કર્યું. જ્યારે લોકોને આરામ મળવાનું શરુ થઈ ગયું તો, તેમણે આ કામ ચાલુ રાખ્યું. જેને લઈને દેશ પ્રદેશમાંથી કેટલાય ઔષધી છોડ એકઠા કરીને પોતાના બગીચામાં લગાવ્યા છે. આજે તેમની ઉંમર 66 વર્ષ થઈ ચુકી છે અને આજે પણ આ કામ સતત ચાલી રહ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, ગઠિયા, બવાસીર, મલેરિયા, શુગર, બ્લડ પ્રેશર, પેટમાં ગેસ જેવી બીમારીઓના છોડથી બનતી આયુર્વેદિક દવાઓથી સારવાર કરે છે.
રામલોટન દેશના કેટલાય રાજ્યો જેમ કે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશમાંથી ઔષધીય છોડ શોધી લાવ્યા છે અને ત્યાંથી છોડ લાવી તેમના બગીચામાં ઉગાડ્યા. મધ્ય પ્રદેશની વાત કરી એ તો, પન્ના, ચિત્રકૂટ, જબલપુર, ભોપાલ, સિવની, દમોહ, સાગર, રીવા, શહડોલ, છતરપુર સહિત મોટા ભાગના જિલ્લાના જંગલોથી ઔષધીય છોડને એકત્રિત કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર