Home /News /national-international /નવી પહેલ: ગામની છોકરીઓના ફોટા અને વીડિયો બનાવી અપલોડ કરશો તો 10 હજારનો દંડ

નવી પહેલ: ગામની છોકરીઓના ફોટા અને વીડિયો બનાવી અપલોડ કરશો તો 10 હજારનો દંડ

મધ્ય પ્રદેશના આ ગામમાં નવા નિયમો લાગૂ થયાં

પરિવર્તન લાવવાનો આ નિર્ણય મધ્ય પ્રદેશના આલીરાજપુર જિલ્લામાં લેવામાં આવ્યો છે. અહીં સોંડવા વિકાસખંડના રેશિયા ગામમાં આદિવાસીઓની પરંપરાગત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઈન્દોર: મોબાઈલનો દુરુપયોગના કિસ્સા દરરોજે સામે આવતા હોય છે. ટેકનોલોજીમાં આવેલા આ બદલાવથી જિંદગી ચોક્કસથી સરળ અને સુવિધાભરી થઈ છે, પણ તેના માઠા પરિણામો પણ સામે આવી રહ્યા છે. ત્યારે આવા સમયે દુનિયાભરમાં તેને લઈને માથાકૂટ ચાલી રહી છે, તેનું નિવારણ શું છે? આ તમામની વચ્ચે દેશના સૌથી પછાત અને આદિવાસી વિસ્તારે લોકોને રસ્તો બતાવ્યો છે. અહીં હવે મોબાઈલ ફોન પર કોઈ પણ યુવતીનો ફોટો અથવા વીડિયો બનાવીને અપલોડ કરશો, તો 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

આ પણ વાંચો: PHOTOS: ટેકનોલોજીની મદદથી ચીને સુપર કાઉના 3 વાછરડા તૈયાર કર્યા, આપશે 100 ટન દૂધ

પરિવર્તન લાવવાનો આ નિર્ણય મધ્ય પ્રદેશના આલીરાજપુર જિલ્લામાં લેવામાં આવ્યો છે. અહીં સોંડવા વિકાસખંડના રેશિયા ગામમાં આદિવાસીઓની પરંપરાગત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં સૌથી વધારે ચિંતા મોબાઈલ ફોનનો દુરુપયોગ અને છોકરીઓની તસ્વીરને લઈને ચિંતા વ્યક્ત કરી છે. ગ્રામ સભામાં છોકરીઓને થતી મુશ્કેલીઓને જોતા અત્યંત સુંદર નિર્ણય લીધો છે. જે અંતર્ગત હવે મોબાઈલથી છોકરીઓના ફોટો પાડવા અથવા વીડિયો બનાવીને અપલોડ કરવા પર 10 હજાર રૂપિયાનો દંડ ચુકવવો પડશે.

લગ્ન, દારુ અને ડીજે પર પણ નિર્ણય લેવાયો


ગ્રામસભામાં આ નિર્ણય પણ લેવાયો છે કે, લગ્નમાં વીડિયો બનાવવા માટે ફક્ત એક જ વ્યક્તિ રહેશે. આ ઉપરાંત કોઈ અન્ય વ્યક્તિ વીડિયો બનાવશે નહીં. સાથે જ ડીજે, વિદેશી દારુના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. તેની જગ્યાએ મહુડો અથવા તાડી અને પરંપરાગત વાદ્ય યંત્રોને વધારે મહત્વ આપવામાં આવશે. જો આવું નહીં કરો તો, 20 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.
First published:

Tags: Madhya pradesh

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો